મેકિસકો,૨૮ ફેબુ્આરી,૨૦૨૩,મંગળવાર
અંધ શ્રધ્ધા કે માન્યતા કોઇ પદ પ્રતિષ્ઠા કે ગરીબી - અમીરી સાથે જોડાયેલી નથી. આ વાત મેકિસકોના રાષ્ટ્રપતિ મેનુઅલ લોપેજ ઓબ્રેડોર સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને સાબીત કરી છે. તેમણે અલકસ નામના એક કાલ્પનિક પૌરાણિક જીવને યાદ કર્યો છે. અલકસનો ફોટો શેર કરીને જણાવ્યું હતું કે સંભવત આ એક કાલ્પનિક અલકસ જ છે. તેમની આ પોસ્ટને લાખો લોકોએ જોઇ છે અને કેટલાકે શેર પણ કરી છે. વાત એમ છે કે મેકિસકોમાં એક નવા કાનુનના વિરોધમાં હજારો પ્રદર્શનકારીઓ મેકિસકો સિટીમાં એકઠા થઇ રહયા છે

માટે આવા સમયે પ્રાચીન જીવની પોસ્ટ ગર્ભીત છે. વધુમાં તેમણે લખ્યું છે કે હુ ટ્રેનમાં કામ કરી રહેલા એન્જીનિયરોએ ખેંચેલી બે તસ્વીર શેર કરી રહયો છું.એ ત્રણ દિવસ પહેલા જ સર્જવામાં આવી હતી. જેમાં એક અલકસ અને બીજી પ્રી હિસ્પેનિક મૂર્તિકળા છે. મેકિસકોના રાષ્ટ્રપતિના ટ્વીટ પછી અલકસની ચર્ચા શરુ થઇ છે. એવું માનવામાં આવે છે કે માયા સભ્યતામાં ઠીંગણા લોકો રહેતા હતા. કેટલીક પૌરાણિક કથાઓમાં પણ આનો ઉલ્લેખ મળે છે. લોકકથા મુજબ ધરતી ઉપર મનુષ્યોના અવતરણ પહેલા દેવતાઓએ માટીના બનેલા ઠીંગુજીઓનું સર્જન કર્યુ હતું.

ઠીંગુજીઓની ખાસિયત હતી કે તેમની આંખો ભવિષ્ય જોઇ શકતી હતી.તેમણે પથ્થરો તરાશીને પથ્થરના ઘર તૈયાર કર્યા હતા. જો કે ઠીંગુજીઓના ઘર એક વિનાશક પૂરમાં ધોવાઇ ગયા હતા. જયારે પૂરનો અંત આવ્યો ત્યારે તેઓ ઠીંગુજીઓ પથ્થર બની ગયા હતા. થોમ્પસનના જણાવ્યા અનુસાર યુકાટેકમાં ઠીંગુજીઓને હંચબેક કે બેંટ પણ કહેવામાં આવતા હતા. મેસો અમેરિકન કલાકૃતિઓ જેવી કે અંતિમ સંસ્કારના વર્તનો પર ઠીંગુજીઓના ચિત્રો મળે છે. અલકસ એક નાની આધ્યાત્મિક વ્યકિત છે જે જયાં પણ જાય છે ત્યાં અરાજકતા અને બરબાદી લાવે છે.


