Get The App

VIDEO : ન્યુયોર્કમાં મેક્સિકન નેવીનું જહાજ બ્રિજ સાથે અથડાયું, 19 ઈજાગ્રસ્ત, 2ના મોત

Updated: May 18th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ન્યુયોર્કમાં મેક્સિકન નેવીનું જહાજ બ્રિજ સાથે અથડાયું, 19 ઈજાગ્રસ્ત, 2ના મોત 1 - image

Mexican Navy Ship Accident in America: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે (17 મે) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું જહાજ ‘Cuauhtémoc’ બ્રુકલિન સ્થાનિક સમયાનુસાર 8:26 વાગ્યે જહાજ જ્યારે બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે બ્રિજ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જહાજ પર સવાર ઓછામાં ઓછા 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં, જેમાંથી 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. 

કેવી રીતે થયો અકસ્માત?

સોશિયલ મીડિયા પર વાઈરલ એક વીડિયોમાં અકસ્માતની ઠીક પહેલાની ક્ષણ કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, જહાજ બ્રિજની ખૂબ નજીક પહોંચી જાય છે અને બાદમાં તેનો ઉપરનો ભાગ બ્રિજ સાથે અથડાઈ જાય છે. જહાજ અથડાયું ત્યારે જહાજના ઉપરના ભાગ પર સફેદ ડ્રેસમાં અનેક નાવિક હાજર હતાં, જે જહાજ અથડાતાની સાથે જ નીચે પડી ગયા હતાં. અમુક લોકોએ જહાજ સાથે બાંધેલા દોરડા પકડી બચવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર લોકો પણ ડરીને નાસભાગ કરવા લાગે છે. 

આ પણ વાંચોઃ ફિનલેન્ડમાં બે હેલિકોપ્ટર અથડાયાં, પાંચના મોત, કાટમાળ છેક 700 મીટર દૂર પડ્યો

ન્યૂયોર્ક ફાયર વિભાગના જણાવ્યાનુસાર, દુર્ઘટનાની તુરંત બાદ રેસક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં. જોકે, હજુ સુધી ઈજાગ્રસ્તોની ઓળખ નથી થઈ શકી.

આ પણ વાંચોઃ  ટ્રમ્પના વ્હાઈટ હાઉસમાં બે જેહાદીની એન્ટ્રી, એકના લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ, બીજો કાશ્મીરમાં ફેલાવી ચૂક્યો છે આતંક

મેક્સિકન નૌકાદળનું પ્રતિષ્ઠિત જહાજ

જણાવી દઈએ કે, ‘Cuauhtémoc’ મેક્સિકન નૌકાદળનું એક પ્રતિષ્ઠિત તાલીમ જહાજ છે, જે વારંવાર આંતરરાષ્ટ્રીય બંદરોની મુલાકાત લે છે અને તેનો ઉપયોગ નૌકાદળના કેડેટ્સને તાલીમ આપવા માટે થાય છે. જહાજમાં કુલ 277 લોકો સવાર હતા, જેમાં ખલાસીઓ, અધિકારીઓ અને કેડેટ્સનો સમાવેશ થાય છે.