Get The App

Meta એ ફ્રોડ જાહેરાતો બતાવીને 1.44 લાખ કરોડની કમાણી કરી! લીક ડૉક્યુમેન્ટમાં ઘટસ્ફોટ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
Meta એ ફ્રોડ જાહેરાતો બતાવીને 1.44 લાખ કરોડની કમાણી કરી! લીક ડૉક્યુમેન્ટમાં ઘટસ્ફોટ 1 - image


Meta News : ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાનો ઇન્ટર્નલ ડોક્યુમેન્ટ લીક થયો છે. લીક ડોક્યુમેન્ટ મુજબ કંપનીની કમાણીનો લગભગ દસમા ભાગનો હિસ્સો ફ્રોડ એડમાંથી આવ્યો છે. કંપનીની આવકનો દસમા ભાગનો હિસ્સો એટલે કે 16 અબજ ડોલર એટલે કે 1419 અબજ રુપિયા (1.44 લાખ કરોડ)ની આવક છેતરપિંડી આચરવા લોકોને સપડાવતી એડમાંથી આવ્યો છે. 

આનો ખુલાસો બીજે ક્યાંય નહીં પણ કંપનીના આંતરિક દસ્તાવેજમાંથી થયો છે. સોશિયલ મીડિયા કંપની કમસેકમ ત્રણ વર્ષ સુધી બનાવટી ઇ-કોમર્સ એડ, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ગેરકાયદેસર ઓનલાઇન કેસિનોની એડ રોકી શકી નથી. આ જાહેરાતોને ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર અબજો  યુઝર્સે જોઈ છે. 

કંપનીના આંતરિક ડોક્યુમેન્ટ મુજબ મેટા પ્લેટફોર્મ્સ પર દરરોજ લગભગ 15 અબજ હાઈ રિસ્ક એડ બતાવે છે. આ એડમાં સ્પષ્ટપણે ફ્રોડનો સંકેત મળે છે. મેટા આ પ્રકારની એડથી દર વર્ષે સાત અબજ ડોલર જેટલી જંગી કમાણી કરે છે. આ એડ એવા માર્કેટ્સમાંથી આવતી હોય છે જે સ્પષ્ટપણે શંકાસ્પદ હોય છે.

આનો સીધો અર્થ એમ કરી શકાય કે મેટાની ઇન્ટરનલ વોર્નિંગ સિસ્ટમને સરળતાથી ફ્લેગ કરી શકાય છે. કંપની આવા એડ પર ફક્ત ત્યારે જ પ્રતિબંધ મૂકે છે જ્યારે ઓટોમેટેડ સિસ્ટમને ૯૫ ટકા ખાતરી હોય કે તે સ્કેમ ચલાવી રહ્યા છે. હવે જો ફ્રોડની સંભાવના સિસ્ટમને ૯૫ ટકાથી ઓછી લાગે તો મેટા આવી પેઇડ એડને વધુ મોટો ચાર્જ લઈ બતાવે છે. 

કંપનીના દસ્તાવેજો મુજબ જોઈએ તો યુઝર્સ આ પેઇડ એડ પર ક્લિક કરે છે તો તેમને વધારે યુઝર્સ દેખાય છે. આવું કંપનીની એડ  પર્સનલાઇઝ્ડ સિસ્ટમના કારણે થાય છે. ભૂતપૂર્વ સેફ્ટી એન્જિનિયરે જણાવ્યું હતું કે જો રેગ્યુલેટરો બેન્કોને છેતરપિંડીની રકમમાંથી કમાણી કરવા દેતા નથી તો ટેકનોલોજી કંપનીોને પણ ચૂટ ન હોવી જોઈએ. મેટાના પ્રવક્તાએ આ આરોપોને ફગાવી દીધા છે. 

Tags :