Get The App

આખરે માર્ક ઝકરબર્ગે માફી માગી, ભારત વિશે ખોટી માહિતી ફેલાવવી ભારે પડી, જાણો શું છે મામલો

Updated: Jan 15th, 2025

GS TEAM

Google News
Google News
આખરે માર્ક ઝકરબર્ગે માફી માગી, ભારત વિશે ખોટી માહિતી ફેલાવવી ભારે પડી, જાણો શું છે મામલો 1 - image

Mark Zuckerberg remarks on India's elections: મેટાના માલિક માર્ક ઝકરબર્ગે થોડા દિવસો અગાઉ ભારત વિશે ખોટી માહિતી ફેલાવી હતી, જેના આકરા પ્રત્યાઘાત ભારતમાં પડ્યા હતા. વિવાદ વકરતા મેટાએ પોતાના માલિક વતી માફી માંગી લીધી છે. આઈટી અને સંચાર વિષયમાં સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ માફી બાબતની જાહેરાત કરવામાં આવી છે. 

શું લખ્યું નિશિકાંત દુબેએ?

નિશિકાંત દુબેએ એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારતીય સંસદ અને સરકારે 140 કરોડ લોકોના આશીર્વાદ અને વિશ્વાસ મેળવ્યા છે. મેટાના ભારત ખાતેના અધિકારી દ્વારા છેવટે તેમની ભૂલ બદલ ક્ષમા માંગી લેવામાં આવી છે. આ વિજય ભારતની જનતાનો છે, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવીને વિશ્વને ભારતના સૌથી મજબૂત નેતૃત્વનો પરિચય કરાવ્યો છે. હવે આ મુદ્દે અમારી સમિતિની જવાબદારી પૂરી થાય છે.'

શું છે મુદ્દો?

ફેસબુક સ્થાપક અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે જૉ રોગનના પોડકાસ્ટમાં ભારત વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘COVID-19 પછી થયેલી ચૂંટણીઓમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા ઘણા દેશોની સરકાર હારી ગઈ હતી, જેમાં ભારત પણ સામેલ છે. આ હાર એ દર્શાવે છે કે લોકોનો તેમના દેશની સરકાર પરનો ભરોસો ઓછો થઈ ગયો છે.’ 

આ પણ વાંચો: ભારતની ચૂંટણી અંગે કોમેન્ટ કરી બરાબરના ફસાયા માર્ક ઝકરબર્ગ! સંસદીય સમિતિ કરી શકે છે કાર્યવાહી

ઝકરબર્ગના નિવેદનની થઈ ભરપૂર ટીકા

માર્ક ઝકરબર્ગના નિવેદન બાદ તેમના અધૂરા જ્ઞાન બાબતે ભારતમાં તેમની ઘણી ટીકા થઈ છે. રાજકારણીઓએ તેમની કડક આલોચના કરી છે. આઈટી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે તો ઝકરબર્ગને સોશિયલ મીડિયા પર જવાબ પણ આપ્યો હતો.

આ પણ વાંચો: માર્ક ઝકરબર્ગને મોદી સરકાર વિરુદ્ધનું જૂઠાણું ફેલાવવું ભારે પડ્યું, અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ

શું લખ્યું અશ્વિની વૈષ્ણવે? 

અશ્વિની વૈષ્ણવે ‘એક્સ’ પોસ્ટમાં પર મેટાને ટેગ કરીને લખ્યું હતું કે, ‘વિશ્વની સૌથી લોકશાહી એવા ભારતમાં 2024માં થયેલ ચૂંટણીમાં 64 કરોડ લોકોએ ભાગ લીધો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં વિશ્વાસ દેખાડ્યો હતો. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોની શાસક સરકાર કોવિડકાળ પછી ચૂંટણી હારી ગઈ હતી, એવો માર્ક ઝકરબર્ગનો દાવો ખોટો છે. ઝકરબર્ગ જેવી વ્યક્તિ દ્વારા આવી ખોટી માહિતી આપવાની ઘટના અત્યંત કમનસીબ છે.’આખરે માર્ક ઝકરબર્ગે માફી માગી, ભારત વિશે ખોટી માહિતી ફેલાવવી ભારે પડી, જાણો શું છે મામલો 2 - image