આ છે પાકિસ્તાનની સપના ચૌધરી, બૉલીવુડ ગીત પર કરે છે ધમાકેદાર ડાન્સ
ઈસ્લામાબાદ, તા. 2 સપ્ટેમ્બર 2019 સોમવાર
ડાન્સર સપના ચૌધરીના ઠુમકાના દરેક દીવાના છે. સપનાના ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઈ જતા હોય છે. તેમના ડાન્સના દિવાનાની લિસ્ટ ઘણી લાંબી છે.
બિગ બૉસમાં આવ્યા બાદથી સપના ચૌધરી બૉલીવુડનો પણ જાણીતો ચહેરો માનવામાં આવે છે પરંતુ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોઈ છે જે સપના ચૌધરીના ઠુમકાને કોમ્પિટિશન આપી રહી છે.
જેમ ભારતમા સપનાના ડાન્સના દરેક દીવાના છે, તેવી જ રીતે પાકિસ્તાનમાં આ મોહતરમાના ડાન્સના દરેક કાયલ છે.
આમની ડાન્સ પરફોમન્સમાં પણ સપના ચૌધરીના શો જેટલી જ ભીડ જોવા મળે છે. જેમને પાકિસ્તાનની સપના ચૌધરી કહેવામાં આવી રહી છે.
આ મોહતરમાનું નામ મહેક મલિક છે જે સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સપનાની જેમ મહેકના ડાન્સના પણ લોકો દીવાના થઈ રહ્યા છે અને તેમની એક ઝલક મેળવવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.
આવો જાણીએ કોણ છે આ ડાન્સર જેને પાકિસ્તાનની સપના ચૌધરી કહેવામાં આવી રહી છે અને જેમના ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મહેક મલિક પાકિસ્તાનની ડાન્સર છે. તે ઘણા સમયથી ડાન્સ કરી રહી છે. પહેલા મહેક મલિક રોજી-રોટી કમાવવા માટે લગ્ન અને પાર્ટીઓમાં ડાન્સ કરતી હતી પરંતુ હવે તેનું પાકિસ્તાનમાં ઘણુ નામ છે.
સપનાની જેમ જ તેમની પણ પાકિસ્તાનમાં અલગ ઓળખ છે. તાજેતરમાં જ કોઈક વ્યક્તિએ તેમના ડાન્સનો વીડિયો બનાવીને યુટ્યુબ પર શેર કરી દીધો.
આ વીડિયો જોત જોતામાં સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો. જે બાદથી મહેક મલિકના ડાન્સના કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યા. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.
મહેક મલિક ઘણીવાર બૉલીવુડના ગીતો પર ડાન્સ કરે છે. જેમાં લેલા મે લેલા, ટિપ ટિપ બરસા પાની, કમરિયા લચકે રે, મુઝકો રાના જી માફ કરના અને માધુરી દિક્ષિતનું સુપરહિટ ગીત દિલ દેને કી રૂત આયી પણ સામેલ છે.મહેકના ફેન ફોલોઈન્ગ પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ઈન્ડિયામાં પણ વધી રહ્યા છે.
જેમ ઈન્ડિયામાં સપના ચૌધરીનો ડાન્સ જોવા માટે ફેન્સની ભીડ જમા થઈ જાય છે તેવી જ રીતે પાકિસ્તાનમાં મહેક મલિકનો ડાન્સ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો જમા થઈ જાય છે તેથી મહેક મલિકને હવે પાકિસ્તાનની સપના ચૌધરી પણ કહેવામાં આવે છે.