World

'મેચિંગ, મેચિંગ..' ઈઝરાયલી PMના આ વિનોદ પર નરેન્દ્ર મોદી હસી પડયા

By GS TEAM
26 Feb 20262 mins read
'મેચિંગ, મેચિંગ..' ઈઝરાયલી PMના આ વિનોદ પર નરેન્દ્ર મોદી હસી પડયા

- શ્રીમતી સારાહ નેતન્યાહૂએ ભગવા રંગનો સૂટ પહેર્યો હતો, જ્યારે મોદીના ખિસ્સાનો રૂમાલ ભગવા રંગનો જોઈ નેતન્યાહૂ આમ બોલ્યા હતા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈઝરાયલની ભૂમિ ઉપર ઉતરતા તેઓનું તેલ અવિવ સ્થિત બેન-ગુરીયન વિમાન મથકે ભવ્ય સ્વાગત કરાયું હતું. અને ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ પોતે તેમજ તેઓના ધર્મપત્ની સારાહ નેતન્યાહૂ બંને વિમાન ગૃહે ઉપસ્થિત રહ્યા હતા.

પરંપરા સામાન્ય: તેવી છે કે, કોઈ પણ દેશના વડા કે સરકારના વડા અન્ય દેશમાં જાય ત્યારે વિમાન મથકે યજમાન દેશના કોઈ ઉચ્ચ અધિકારી કે બહુ બહુ તો કોઇ વરિષ્ટ મંત્રી તેઓને આવકારવા વિમાનગૃહે ઉપસ્થિત રહે છે. પરંતુ તે રાજકીય પરંપરા (પ્રોટોકોલ) તોડીને ઈઝરાયલી વડા પ્રધાન પોતે તેઓના પત્ની સાથે વિમાનગૃહે ઉપસ્થિત રહ્યા હતા. જે, ઈઝરાયલના ભારત પ્રત્યેનો અને ભારતના નેતા પ્રત્યેનો આદર દર્શાવે છે.

વિમાન ગૃહે મોદી વિમાનમાંથી ઊતર્યા ત્યારે ઈઝરાયલી વડાપ્રધાને આગળ વધી તેઓની સાથે હસ્તધૂનન કરવા સાથે આવકાર આપ્યો હતો. પછી તુર્ત જ નેતન્યાહૂના પત્ની સારાહ નેતન્યાહૂએ પણ આગળ વધી નરેન્દ્ર મોદીને આવકાર્યા, ત્યારે તેઓ ભગવા રંગના સૂટમાં સજ્જ હતાં, તો બીજી તરફ મોદીની બંડીના ખિસ્સામાં ભગવા રંગનો હાથ રૂમાલ હતો. તે જોઈ ઈઝરાયલી વડાપ્રધાને વિનોદમાં કહ્યું, 'મેચિંગ, મેચિંગ...'

આ પૂર્વે મોદી વિમાનમાંથી ઊતર્યા ત્યારે નેતન્યાહૂએ હાથ ફેલાવી તેઓ સાથે હસ્તધૂનન કરતાં કહ્યું : આપ ગ્રેટ લીડર છો, ઘણા સારા લાગો છો. તે પછી બંને નેતાઓ પરસ્પરને ભેટયા, બાદમાં તેઓએ તેઓના પત્નઈ સારાહ સાથે પરિચય કરાવ્યો. ત્યારે સારાહે ભગવા રંગનો સૂટ પહેર્યો હતો. મોદીના ખિસ્સામાં ભગવો હાથ રૂમાલ હતો. તે જોઇ એ 'મેચિંગ.. મેચિંગ...' તેવી રમૂજ કરી હતી.

નરેન્દ્ર મોદીની ઇઝરાયલની આ બીજી મુલાકાત છે. જુલાઈ ૨૦૧૭માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ ઇઝરાયલ ગયા હતા. જો કે, આ મુલાકાત અતિ મહત્વની બની રહી છે જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ કરારો પણ થયા છે.