ઇરાકના શોપિંગ સેન્ટરમાં પ્રચંડ આગ 50નાં મોત, અનેકને ગંભીર દાહ થયા

- પૂર્વ ઇરાકનાં અલ કૂટ શહેરમાં આવેલી હાઈપર માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી : આગનું કારણ હજી જાણવા મળ્યું નથી
બગદાદ : પૂર્વ ઇરાકનાં અલ કૂટ શહેરમાં આવેલા એક પાંચ માળનાં શોપિંગ સેન્ટરમાં બુધવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા ૫૦નાં મૃત્યુ થયાં હોવાની માહિતી આવી છે. આ ઉપરાંત અનેકને ભારે દાહ થયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર છે તેથી આ આગને લીધે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
આ માહિતી આપતાં આધારભૂત સાધનો જણાાવે છે કે આ આગના સમાચાર જાણી સત્તાવાળાઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ૮થી ૧૦ લાઈબંબા કામે પણ લાગી ગયા હતા. જો કે હજી સુધી આગનું કારણ જાણી શકાયું નથી. ઇરાક ન્યૂઝ એજન્સી (આઈએનએ)ના જણાવ્યા પ્રમામે ગવર્નરે તેમ કહ્યું હતું કે આગનાં કારણ વિષેનો અહેવાલ બે દિવસમાં જ પ્રસિધ્ધ થઇ જશે. અમે તે બિલ્ડીંગના માલિક અને મોલના માલિક ઉપર પણ દાવો દાખલ કરી દીધો છે.








