Get The App

ચીનનાં લિયા ઓનિંગ શહેરની રેસ્ટોરાંમાં ભીષણ આગ : 22નાં મોત અનેકને દાહ

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
ચીનનાં લિયા ઓનિંગ શહેરની રેસ્ટોરાંમાં ભીષણ આગ : 22નાં મોત અનેકને દાહ 1 - image


- શેનયાંગ શહેરથી 1 કલાકના જ અંતરે આવેલું લિયા-ઓનિંગ એક ઐતિહાસિક શહેર છે તે સાંસ્કૃતિક અને ઔદ્યોગિક મહત્વ માટે જાણીતું છે

બૈજિંગ : ચીનનાં લિયા ઓનિંગ પ્રાંતનાં મુખ્ય શહેર લિયા-ઓનિંગની એક રેસ્ટોરાંમાં આજે મંગળવારે બપોરે ૧૨.૨૫ વાગે અચાનક ભીષણ આગ ફેલાઈ જ્યાં ઓછામાં ઓછા ૨૨ લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે અનેકને દાહ થયા છે અને આગ લાગતા થયેલી અડફા-તડફી જતાં નાસભાગને લીધે કેટલાંકને ઈજાઓ પણ થઈ છે.

ચીનના સરકારી પ્રસારકના સીસીટીવી દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે. તેમાં જણાવ્યું છે કે, બપોરે ૧૨.૨૫ વાગે. લોકો લંચ લેવા રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે આ આગ ફાટી નીકળી હતી અને જોત-જોતામાં વ્યાપક બની ગઈ હતી. આગનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

રીપોર્ટ વધુમાં જણાવે છે કે, લિયા-ઓનિંગ એક ઐતિહાસિક શહેર છે તે શેન-યાંગ શહેરથી એક કલાકના અંતરે જ આવેલું છે. તે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ ખ્યાતનામ છે. તેમજ ત્યાં ઘણા ઉદ્યોગો પણ છે.

આ ઘટના પાછળ આગ સામેની સલામતી વિષેના નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાની પણ આશંકા રહેલી છે તેમ કહેતાં અધિકારીઓ જણાવે છે કે, જલ્દીથી સળગી ઉઠે તેવા પદાર્થો કે ગેસનાં સાધનો વિષે કાળજી ન રાખવાને લીધે તેમજ ઈલેકિટ્રક વાયરિંગ બિસ્માર થઈ જતાં થતી શોર્ટ-સર્કિટને લીધે આવી ઘટનાઓ બને છે. જનતાને તથા વેપાર-ઉદ્યોગોને તે બધા વિષે તાકીદ કરાઈ હોવા છતાં માત્ર ને માત્ર બેદરકારીને લીધે આવી ઘટનાઓ પહેલા પણ બની હતી.

Tags :