પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં ભારે વિસ્ફોટ 14નાં મોત, એક ઇજાગ્રસ્ત : કેટલાક ગંભીર

- બલુચિસ્તાન નેશનલ પાર્ટી (બીએનપી)એ ક્વેટામાં યોજેલી રેલી ઉપર શાહવાની સ્ટેડીયમ પાસે બનેલી ગમખ્વાર ઘટના
ક્વેટા : પાકિસ્તાનનાં બલુચિસ્તાન પ્રાંતમાં બલુચિસ્તાન નેશનલ પાર્ટીએ યોજેલી રેલીમાં ઓછામાં ઓછાં ૧૪નાં મૃત્યુ થયાં હતાં અને ૩૫ને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તો પૈકીના કેટલાકની હાલત ગંભીર છે.
આ માહિતી આપતાં ધી એક્સપ્રેસ ટ્રિબ્યુન જણાવે છે કે આ રેલી પુરી થઇ અને લોકો વિખરાતા હતા, તે સમયે આ વિસ્ફોટ થયો હતો. આ રેલી સરદાર આતા ઉલ્લાહ મંગલની ૪થી પુણ્યતિથિ સમેય યોજવામાં આવી હતી.
બલુચિસ્તાનના આરોગ્ય મંત્રી મુહમ્મદ કાકરબખ્તે આ ઘટના અંગે પોલીસ રીપોર્ટીંગ આધારે જણાવ્યું હતું કે વાસ્તવમાં તો બી.એન.પી. નેતા અખ્તર મેંગલ અને તેમના કાફલાને બોમ્બ ફેંકાયો હતો. પરંતુ બખ્ત બચી ગયા હતા કારણ કે તે હેન્ડગ્રેડ ફેંકવામાં આવ્યો ત્યારે તેઓની ગાડી આગળ નીકળી ગઈ હતી.
બીએનપીના પ્રવક્તા સાજિદ તારીને પત્રકારોને જણાવ્યું હતું કે આ વિસ્ફોટથી ૧૩નાં તો સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં, જ્યારે એકને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તુર્ત જ મૃત્યુ થયું હતું.
પોલીસ આ વિસ્ફોટ અંગે તપાસ કરી રહી છે તે માત્ર હેન્ડગ્રેનેડ એટેક હોઈ પણ ન શકે તે ઇમ્યુવાઇઝડઝ એક્સપ્લોઝિવ ડીવાઇસ (આઈ ઇડી) પણ હોવા સંભવ છે.
મેંગલે આ અંગે X પોસ્ટ પર જણાવ્યું હતું કે આ ઘટના પછી મને અભિનંદનો આપનારા સર્વેનો આભારી છું. હું સલામત છું પરંતુ અમારા કાર્યકરોનાં મૃત્યુથી મને ઘણો આઘાત લાગ્યો છે. મોડેથી મળતા સમાચારો સ્પષ્ટતા કરે છે કે હુમલાખોરે પોતાને પણ ઉડાડી દીધો હતો. તથા હુમલાના પ્રેરકો કોણ છે તે જાણી શકાયું નથી. પરંતુ શહબાઝ સરકાર ઉપર શંકા જાય તે સહજ છે.









