World

કરાચીમાં પ્રચંડ વિસ્ફોટ : ત્રણ માળની ઇમારત ધસી પડી : ઓછામાં ઓછા 13નાં મોત : 14 ઘાયલ

By GS TEAM
19 Feb 20261 min read
કરાચીમાં પ્રચંડ વિસ્ફોટ : ત્રણ માળની ઇમારત ધસી પડી : ઓછામાં ઓછા 13નાં મોત : 14 ઘાયલ

- સિંધ-બિલ્ડીંગ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે કરાચીમાં 588 ઇમારતો ખતરનાક જાહેર થઈ છે : તે માટે ખરાબ નિર્માણ સામગ્રી કારણભૂત છે

કરાચી : પાકિસ્તાનની સ્થાપના સમયનાં સૌથી પહેલાં પાટનગર કરાચીની સોલ્જર-બજાર સ્થિત એક મકાનમાં ત્રણ માળની એક રહેણાંકવાળી ઇમારત ધસી પડતાં, ઓછામાં ઓછાં ૧૩નાં મૃત્યુ થયાં છે. જ્યારે ૧૪થી વધુ ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓ પૈકી કેટલાકની હાલત ગંભીર છે.

રિપોર્ટ પ્રમાણે ગેસ સીલીન્ડરમાંથી ગેસ લીક થતાં અને તેમાં ચીનગારી લાગતાં આ દુર્ઘટના બની હતી. સોલ્જર બજારની ગુલ-રાણા કોલોનીમાં થયેલી આ દુર્ઘટનાથી સત્તાવાળાઓની ઊંઘ રહી રહીને ઊડી છે.

રિપોર્ટ જણાવે છે કે મરનારાઓમાં ૪ બાળકો, અને ૩ મહિલાઓ પણ સમાવિષ્ટ છે.

'ડોન'ના રિપોર્ટ પ્રમાણે જુલાઈ ૨૦૨૫માં પણ કરાચીના લ્યારી વિસ્તારમાં પાંચ માળની  એક ઇમારત તૂટી પડતાં ઓછામાં ઓછાં ૨૭નાં મોત થયાં હતાં અને ૧૦થી વધુ ઘાયલ થયા હતા. આ ઈમારતને તેને ભાંગી-તૂટી સંરચનાને લીધે અધિકારીઓએ પહેલેથી જ તેને અસલામત જાહેર કરી હતી.

સિંધ-બિલ્ડીંગ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે સમગ્ર કરાચીમાં ૫૮૮ જેટલી ઇમારતોને ખતરનાક જાહેર કરાઈ હતી.

ઉલ્લેખનીય તો તે છે કે સમગ્ર પાકિસ્તાનમાં ઈમારતો ધસી પડવાની ઘટનાઓ વારંવાર બને છે તેમણે મુખ્ય કારણ સલામતી અંગેનાં માપદંડો તથા હલકી અને ઓછી નિર્માણ સામ્રગી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે.