Get The App

માન્ચેસ્ટરના સાયનેગૉગમાં સામુહિક ખંજરબાજી : શંકાસ્પદ પોલીસના હાથે ઠાર

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
માન્ચેસ્ટરના સાયનેગૉગમાં સામુહિક ખંજરબાજી : શંકાસ્પદ પોલીસના હાથે ઠાર 1 - image

- યહુદીઓના ધાર્મિક ઉત્સવ, યોમ-કિપ્પુરના દિવસે એક વાહન યહુદીઓની વચ્ચે ઘૂસી ગયું : વાહનમાંથી ઉતરી કેટલાકે ખંજરબાજી ચલાવી

માન્ચેસ્ટર : ગુરૂવારે ઉત્તર માન્ચેસ્ટર સ્થિત એક સાયનેગૉગ પાસે યહુદીઓ ધાર્મિક ઉત્સવ યોમ-કિપ્પુરની ઉજવણી માટે એકત્રિત થતા હતા ત્યાં એકાએક એક વાહન ધસી આવ્યું અને તેમાંથી ઉતરી કેટલાકે ખંજરબાજી શરૂ કરતા ઓછામાં ઓછા ચારને ઈજાઓ થઈ હતી પરંતુ પોલીસે તુર્ત જ ફાયરીંગ કરતા એક હત્યારો ઠાર મરાયો હતો.

ગ્રેટર- માન્ચેસ્ટર પોલીસ (જીએમપી)ના અધિકારીઓએ કહ્યું હતું કે, સવારે ૯.૩૦ કલાકે ક્રમ્પસોલ વિસ્તારમાં હીથી પાર્ક સ્થિત હીબુ્ર કોંગ્રેનોશન સમયે એક કાર ધસી આવી હતી તેમાંથી કેટલાક છરીઓ સાથે ઉતર્યા સૌથી પહેલાં ફૂટપાથ પર ચાલી રહેલ એક વ્યક્તિને છરો મારી ઈજા કરી પછી જ્યાં યહુદીઓનું જૂથ હતું તે તરફ તેઓ ધસવા ગયા તે વખતે સશસ્ત્ર પોલીસે તુર્ત જ ગોળી છોડતાં એકને ધરાશાયી કર્યો.

આ અંગ્રે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસનું ઠ ઉપરનું નિવેદન જણાવે છે કે, હજી સુધીમાં ૪ વ્યક્તિઓને તે મોટર દ્વારા તેમજ છરાબાજી દ્વારા ઇજાઓ થઈ છે.

વડાપ્રધાન કીટ સ્ટારમેરે આ હુમલાને વખોડી કાઢતા કહ્યું હતું કે, યહુદીઓના સૌથી પવિત્ર દિવસે થયેલો આ હુમલો વધુ ભયંકર છે. ઇજાગ્રસ્તો અને તેમના સગા- સંબંધીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ છે.

આ છરાબાજીથી એકને વધુ ઈજા થતા તેને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જવાયો હતો અન્યોને તત્કાલ સારવાર આપવામાં આવી હતી. આ પછી હેલ્મેટરધારી બોડી આર્મ્ડ સાથેની પોલીસ ટુકડી તે વિસ્તારમાં ચોકી- પહેરો કરી રહી છે.