World

ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ગરબડ મુદ્દે માંગી માફી, મેટાએ ભૂલ સ્વીકારી

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પ્લેટફોર્મ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરિયલ, ડીપફેક અને અલ્ગોરિધમની ખામીઓ બદલ સત્તાવાર માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું કે કન્ટેન્ટ મોડરેશન અને ડિજિટલ સુરક્ષામાં ક્ષતિઓ થઈ છે. ઝુકરબર્ગે વાંધાજનક વીડિયો હટાવવા અને કન્ટેન્ટ નિયંત્રણ સુધારવા ખાતરી આપી, જેથી યુઝર્સની સુરક્ષા અને વિશ્વસનીયતા જળવાઈ રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ગરબડ મુદ્દે માંગી માફી, મેટાએ ભૂલ સ્વીકારી

Mark Zuckerberg Apologizes For Deepfake: મેટા (Meta)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર થયેલી ગંભીર ચૂક બદલ સત્તાવાર રીતે માફી માગી છે, અને પોતાની ભૂલો પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, મેટા પ્લેટફોર્મ્સ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરિયલ (CSAM), ડીપફેક ટેકનોલોજીના દુરુપયોગ અને અલ્ગોરિધમ સંચાલનમાં કેટલીક ગંભીર ખામીઓ અને ભૂલો સામે આવી હતી. આ ગરબડ બાદ ઝુકરબર્ગે સ્વીકાર્યું છે કે, કન્ટેન્ટ મોડરેશન અને ડિજિટલ સુરક્ષા જાળવવામાં પ્લેટફોર્મથી ક્ષતિઓ થઈ છે.

'મેટા લઈ રહી છે યોગ્ય પગલાં લઈશું'

માર્ક ઝુકરબર્ગે ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અમુક વિવાદિત અને વાંધાજનક વીડિયો હટાવવા, તેમજ કન્ટેન્ટ નિયંત્રણમાં થયેલી ગરબડ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે આશ્વાસન આપ્યું છે કે, કંપની પોતાના યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્વસનીયતા સુધારવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.