World

પાકિસ્તાન : ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસ કાફલા પર હુમલો, બ્લાસ્ટમાં ત્રણના મોત

By GS TEAM
2 Nov 20251 min read
TukuTouch Logo
ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં રવિવારે એક પોલીસ કાફલા પર IEDથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાન : ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસ કાફલા પર હુમલો, બ્લાસ્ટમાં ત્રણના મોત

Khyber Pakhtunkhwa : ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં રવિવારે એક પોલીસ કાફલા પર IEDથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.

હાંગુ જિલ્લામાં થયો હુમલો

જિલ્લા પોલીસ અધિકારી ખાન જેબ ખાને જણાવ્યું કે, આ હુમલો હાંગુ જિલ્લામાં થયો હતો. પોલીસ કર્મચારીઓ શાંતિ સમિતિની બેઠકમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ બેઠક કરબોઘા શરીફ ગામમાં યોજાઈ હતી, જેમાં પોલીસ અધિક્ષક અબ્દુલ સમદ ખાન અને પોલીસ ઉપાધીક્ષક મુજાહિદ હુસૈન સહિત અન્ય અધિકારીઓ પણ હાજર હતા.

આ પણ વાંચો : VIDEO : મેક્સિકોના સુપરમાર્કેટમાં ભયંકર વિસ્ફોટ, બાળકો સહિત 23ના મોત, 11થી વધુ ઘાયલ

હુમલામાં ત્રણને ઈજા

આ હુમલામાં થાણા પ્રભારી ઈમરાનુદ્દીન અને અન્ય બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક તહસીલ મુખ્યાલય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલમાં ખતરાથી બહાર હોવાનું જણાવાયું છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સઘન તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : રશિયાના તુઆપ્સે પોર્ટ પર યુક્રેનના ડ્રોન હુમલા, ઓઈલ ટર્મિનલ પર ભીષણ આગથી ભારે નુકસાન