Get The App

ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિએ રાઇસ કૂકર સાથે લગ્ન કર્યા

ઇન્ડોનેશિયાની આ સેલિબ્રિટી કરે છે અવનવા સોશિયલ મીડિયા સ્ટન્ટ

રાઇસ કૂકર સાથે લગ્ન કર્યાના ચાર જ દિવસમાં છૂટાછેડા આપ્યા

Updated: Oct 1st, 2021

GS TEAM

Google News
Google News
ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિએ રાઇસ કૂકર સાથે  લગ્ન કર્યા 1 - image

નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયામાં ખોઇરુલ અનામ નામની વ્યક્તિએ રાઇસ કૂકર સાથે લગ્ન કરીને સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. તેણે આ અંગેના શ્રેણીબદ્ધ પિક્ચર પણ પોસ્ટ કર્યા છે. તેણે આ ફોટામાં દર્શાવ્યુ હતુ કે આ લગ્ન માટે રીતસરનો સમારંભ રાખ્યો હતો. પોતે સફેદ કપડા પહેર્યા હતા અને રંગીન રાઇસ કૂકર સાથે લગ્ન કરતા કાઝી જોડે લગ્નવિધિ કરાવી હતી. તેણે આ માટેના રીતસર મેરેજ પેપર પર સહી કરી હતી. 

અનામે આ પ્રસંગે સફેદ ઝભ્ભો પહેર્યો હતો. તે આ અંગે અહીં રાઇસ કૂકરને ચુંબન કરતો પણ જોવા મળે છે. બીજામાં તે લગ્નો માટેના પેપર પર સહી કરતો જોવા મળે છે. તેણે રાઇસ કૂકર સાથેના લગ્ન અંગેની પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે તેણે રાઇસ કૂકર સાથે લગ્ન એટલા માટે કર્યા કેમકે તે એકદમ યોગ્ય છે, તેની વાતનું પાલન કરે છે, પ્રેમાળ છે અને શાનદાર કૂકિંગ કરે છે. 

તેના રાઇસ કૂકર સાથેના લગ્નના ચિત્રોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. પણ આટલું ઓછું હોય તેમ લગ્નના ચાર દિવસમાં જ અનામે રાઇસ કૂકરને છૂટાછેડા આપી દીધા હતા. તેણે આ માટે કારણ આપ્યું હતું કે આ ફક્ત રાઇસ કૂકર છે અને બીજું કશું કરી શકતું નથી. તેણે સોશિયલ મીડિયા પર લગ્નની જાહેર કરી તે જ રીતે છૂટાછેડાની પણ જાહેરાત કરી દીધી છે. 

જો કે તેના આ લગ્ન અને છૂટાછેડા એક સોશિયલ મીડિયા સ્ટન્ટથી વિશેષ કશું ન હતું. સ્થાનિક ન્યૂઝ વેબસાઇટ્સે જણાવ્યું હતું કે અનામ ઇન્ડોનેશિયામાં જાણીતી સેલિબ્રિટી છે. તે તેના ફોલોઅર્સ માટે અવારનવાર અકલ્પનીય હોય તેવા સ્ટન્ટ કરતા રહે છે.