Get The App

શખ્સે પોતાના શરીરે ૨૦૦ વાર ઝેરી સાપ કરડાવ્યા, નાઇન-ઇલેવન ઘટના સાથે છે સંબંધ

૬૫૦ થી વધુ વાર સાપોનું ઝેર ઇન્જેકટ કર્યુ છે.

એન્ટીબોડી ઝેરી સાપના ઝેર સામે સુરક્ષા આપી રહયું છે

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
શખ્સે પોતાના શરીરે ૨૦૦ વાર ઝેરી સાપ  કરડાવ્યા, નાઇન-ઇલેવન ઘટના સાથે છે સંબંધ 1 - image


ન્યૂયોર્ક,૧૦ જૂન,૨૦૨૫,મંગળવાર 

અમેરિકાના વિસ્કોન્સિન રાજયના નાના શહેરમાં ટૂ રિવર્સમાં રહેતી ટિમ ફ્રીડ નામનો શખ્સ અત્યંત ઝેરી ગણાતા સાપોને કરડવા દે છે. જે સાપ એક વાર પણ કરડી લે તો મુત્યુ નિશ્ચિત બને એવા સાપો તેને ૨૦૦ વાર કરડયા છે તેમ છતાં તેના શરીર પર તેની કોઇ જ અસર થતી નથી. ટીમ ફ્રીડ ઘરમાં રહીને જ વર્ષોેથી પોતાની જાત પર સાપ કરડાવવાના પ્રયોગો કરે છે.

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો ત્યારે તેને ખૂબજ આઘાત લાગ્યો હતો. તે પોતાના બેસમેન્ટમાં જઇને બે ઝેરીલા સાપને પકડી લીધા હતા. સાપે કરડવાથી તે કોમામાં જતો રહયો હતો. ચાર દિવસ પછી કોમમાંથી બહાર આવ્યા પછી પણ હિંમત હાર્યો ન હતો.  આમતો આ ઘટના પછી સાપનો ડર થવો જોઇએ તેના સ્થાને ડર જતો રહયો હતો.

અત્યાર સુધી સાપ કરડવાની વેદના સેંકડો  વાર વેઠી છે એટલું જ નહી શરીરમાં ૬૫૦ થી વધુ વાર સાપોનું ઝેર ઇન્જેકટ કર્યુ છે. ટીમનો સાપ કરડાવવાનો હેતું શરીરની ૧૦૦ ટકા પ્રતિરોધક્ષમતા મેળવવાનો છે જેને મિથ્રીડેટિઝમ કહે છે જેને ઘર અજમાવવું જોઇએ નહી.ટીમને વિશ્વાસ છે કે તેનું શરીર એન્ટીવેનમનો આધાર બની શકે છે. 

શખ્સે પોતાના શરીરે ૨૦૦ વાર ઝેરી સાપ  કરડાવ્યા, નાઇન-ઇલેવન ઘટના સાથે છે સંબંધ 2 - image

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટિમના લોહીમાં રહેલા એન્ટીબોડી ઝેરી સાપના ઝેર સામે સુરક્ષા આપી રહયું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આના આધારે જ એન્ટીવેનની શોધ થઇ શકે છે. હાલમાં એન્ટીવેનમ વિશ્વના કુલ ૬૦૦ જેટલા ઝેરી સાપમાંથી અમૂક સાપને જ કવર કરે છે. જો કે છેલ્લા ૧૦૦ વર્ષમાં એન્ટીવેનમની રીતમાં ઘણું પરિવર્તન આવ્યું છે  છતાં હજુ પણ ઘણી મંઝીલ કાપવાની બાકી છે. 

Tags :