World

મમદાની ન્યૂયોર્કના મેયર બન્યા પરંતુ લાખ્ખો લોકો શહેર છોડી ચાલ્યા જશે

By GS TEAM
6 Nov 20251 min read
TukuTouch Logo
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતાં શહેર ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટ જોહરાન મમદાની વિજયી થયા છે. પરંતુ આંચકાજનક વાત તે છે કે, મતદાન પુરૂં થયું પછી તુર્તજ હાથ ધરાયેલ 'પોસ્ટ-પોલ-સર્વે'માં જાણવા મળ્યું છે કે, ન્યૂયોર્કમાં વસતા ૧૦ લાખથી વધુ લોકો શહેર છોડી ચાલ્યા જવા માગે છે તેટલું જ નહીં પરંતુ શહેરની વસ્તીના ૨૫ ટકા લોકો પણ શહેર છોડવા વિચારી રહ્યા છે. મમદાનીએ વિજયી થતાં વચન આપ્યું કે તેઓ અમીરો ઉપર વધુ ટેક્ષ નાખવાના છે. તેઓની સભાઓમાં પણ બહુ મોટા પાયે ભીડ

Summarized by AI; it may make mistakes. Check important info

મમદાની ન્યૂયોર્કના મેયર બન્યા પરંતુ લાખ્ખો લોકો શહેર છોડી ચાલ્યા જશે

પોસ્ટ-પોલ-સર્વેનો આંચકાજનક અહેવાલ

ન્યૂયોર્કમાં વોટિંગ પૂરૂં થયું પછી તુર્ત જ 'પોસ્ટ-પોલ-સર્વે' હાથ ધરાઈ તેમાં જાણવા મળ્યું છે કે, મમદાની જીતતા ૧૦ લાખથી વધુ લોકો શહેર છોડી જશે

ન્યૂયોર્ક સિટી: વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતાં શહેર ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટ જોહરાન મમદાની વિજયી થયા છે. પરંતુ આંચકાજનક વાત તે છે કે, મતદાન પુરૂં થયું પછી તુર્તજ હાથ ધરાયેલ 'પોસ્ટ-પોલ-સર્વે'માં જાણવા મળ્યું છે કે, ન્યૂયોર્કમાં વસતા ૧૦ લાખથી વધુ લોકો શહેર છોડી ચાલ્યા જવા માગે છે તેટલું જ નહીં પરંતુ શહેરની વસ્તીના ૨૫ ટકા લોકો પણ શહેર છોડવા વિચારી રહ્યા છે.

મમદાનીએ વિજયી થતાં વચન આપ્યું કે તેઓ અમીરો ઉપર વધુ ટેક્ષ નાખવાના છે. તેઓની સભાઓમાં પણ બહુ મોટા પાયે ભીડ જોવા મળી હતી.

ન્યૂયોર્કમાં અમીરો આથી ભયભીત બન્યા છે. ૫૦ થી ૬૪ વર્ષ વચ્ચેના અમીરો પાસે શહેરની આશરે ૧૨ ટકા સંપત્તિ છે. તેઓ ચિંતાતુર છે. તેઓએ કહ્યું કે તેઓ શહેર છોડી જતા રહેવા માગે છે. બીજી તરફ રીપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મૂળ ડેમોક્રેટ તેમાંયે ડાબેરી વલણ ધરાવતા, મમદાની મેયર બને તે સહી શકે તેમ નથી. તેથી પ્રમુખ ટ્રમ્પે પહેલેથી જ જાહેર કર્યું છે કે તેઓ ન્યૂયોર્ક શહેરને અપાતી રકમ ઉપર કાપ મુકવાના છે. આથી ઘણી સવલતો ઘટવા સંભવ છે માટે પણ અનેક લોકો શહેર છોડવા વિચારી રહ્યા છે.