World

માલદીવના દરિયામાં મોટી દુર્ઘટના: રેમન્ડ ગ્રુપના MDની સ્પિડ બોટ પલટી, અર્જુન એવોર્ડ વિજેતા મહેશ રામચંદ્રન ગુમ

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
માલદીવના ફેલીધું વિસ્તાર પાસે થયેલા એક સ્પિડ બોટ અકસ્માતે ભારત સહિત સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ અકસ્માતમાં રેમન્ડ ગ્રૂપના MD ગૌતમ સિંઘાનિયાના યોટના કેપ્ટન અને અર્જુન એવોર્ડ વિજેતા મહેશ રામચંદ્રન દરિયામાં ગુમ થયા છે. તેમની સાથે ભારતીય રેલી ચેમ્પિયન હરિ સિંહ પણ ગાયબ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

માલદીવના દરિયામાં મોટી દુર્ઘટના: રેમન્ડ ગ્રુપના MDની સ્પિડ બોટ પલટી, અર્જુન એવોર્ડ વિજેતા મહેશ રામચંદ્રન ગુમ

Maldives Speedboat Accident: માલદીવના ફેલીધું વિસ્તાર પાસે થયેલા એક સ્પિડ બોટ અકસ્માતે ભારત સહિત સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ અકસ્માતમાં રેમન્ડ ગ્રૂપના MD ગૌતમ સિંઘાનિયાના યોટના કેપ્ટન અને અર્જુન એવોર્ડ વિજેતા મહેશ રામચંદ્રન દરિયામાં ગુમ થયા છે. તેમની સાથે ભારતીય રેલી ચેમ્પિયન હરિ સિંહ પણ ગાયબ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

ગૌતમ સિંઘાનિયાની હાલત કેવી છે?

આ અકસ્માતમાં ગૌતમ સિંઘાનિયાને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. અન્ય મુસાફરોમાંથી કેટલાક સુરક્ષિત છે, જ્યારે બે લોકો હજુ પણ લાપતા છે.

હાઈ-સ્પીડ બોટ બની અકસ્માતનો ભોગ

રિપોર્ટ મુજબ આ અકસ્માત ત્યારે થયો જ્યારે સાત લોકોને લઈ જતી એક સ્પિડ બોટ અચાનક પલટી ગઈ. આ બોટમાં પાંચ ભારતીય, એક બ્રિટિશ અને એક રશિયન નાગરિક સવાર હતા. અકસ્માત કીયોધુથી લગભગ બે નોટિકલ માઈલ દૂર થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટ હાઈ-સ્પીડ 'સિગરેટ રેસિંગ બોટ' હતી, જે વધુ ગતિ માટે ડિઝાઇન કરવામાં આવી હતી.

કોણ છે મહેશ રામચંદ્રન? 

મહેશ રામચંદ્રન માત્ર યોટ કેપ્ટન જ નથી, પરંતુ ભારતના જાણીતા નાવિક પણ છે. તેમણે નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી અભ્યાસ કર્યો અને ભારતીય નૌ સેનામાં પણ સેવા આપી છે. તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ અને વર્લ્ડ મિલિટરી ગેમ્સમાં પણ તેમણે ભારતનું નામ રોશન કર્યું છે. એક સમયે તેઓ 'મેચ રેસિંગ'માં વિશ્વના ટોચના 15 ખેલાડીઓમાં સામેલ હતા અને ઘણી વખત 'યોટ્સમેન ઓફ ધ યર' પણ બન્યા છે.

રેસ્ક્યૂ ઓપરેશન ક્યાં પહોંચ્યું?

માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સની કોસ્ટ ગાર્ડ ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સમુદ્રમાં પ્રચંડ પ્રવાહ અને ઉંડાઈ આ સર્ચ ઓપરેશનને વધુ મુશ્કેલ બનાવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે 'સિગરેટ રેસિંગ બોટ' જેવી હાઈ-સ્પીડ બોટ રોમાંચક તો હોય છે, પરંતુ સહેજ ભૂલ કે ખરાબ હવામાનમાં મોટો અકસ્માત સર્જાઈ શકે છે. તપાસ એજન્સીઓએ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણય

માલદીવ સ્પિડ બોટ અકસ્માત માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ અનેક સવાલોથી ઘેરાયેલો મામલો બની ગયો છે. મહેશ રામચંદ્રન જેવા અનુભવી નાવિકનું ગુમ થવું આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે. હવે સૌની નજર રેસ્ક્યૂ ઓપરેશન અને તપાસના રિપોર્ટ પર ટકેલી છે.