'ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને મધ્યસ્થી બનાવો' : ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાને અનુરોધ કર્યો

- ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અંગે એક રચનાત્મક સૂચના
- 'ભારત એક પ્રમાણિક અને તટસ્થ રાષ્ટ્ર છે, તેની સલાહ લો, ઈઝરાયેલનો હેતુ ઈરાનને એટમ-બોંબ બનાવતાં રોકવાનો છે'
તેલ અવિવ : ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષી નેતા યેર બેવિડે ઈરાન ઉપર ઈઝરાયલી આક્રમણને યોગ્ય કહ્યું હતું પરંતુ તે સાથે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા, શાંતિ મંત્રણા યોજવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આ સંઘર્ષનો અંત લાવવા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને મધ્યસ્થી બનાવો.
આ સાથે એર બેવિડે ભારતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ભારત એક પ્રમાણિક અને તટસ્થ દેશ છે. તેની સલાહ લો. તેને મધ્યસ્થી બનાવો.
દરમિયાન ભારત સ્થિત ઈરાનના દૂતાવાસે ઈઝરાયલ ઉપર આક્ષેપ કર્યો હતો કે, તે નાગરિકો ઉપર પણ આક્રમણ કરી યુએનના ખતપત્ર (પાર્ટી)નો ખુલ્લે આમ ભંગ કરી રહ્યું છે. જો કે ઈઝરાયલે તે આક્ષેપને રદિયો આપ્યો હતો.








