Get The App

VIDEO: ટેકઓફ સમયે જ લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ટેકઓફ સમયે જ લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી 1 - image


USA Plane Landing Gear Failed : અમેરિકન એરલાઇન્સનું વિમાન AA3023 માં શનિવારે ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ કરવા જતાં જ લેન્ડિંગ ગિયરમાં ભીષણ આગ લાગી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં જ અફરાતફરી મચી ગઇ હતી. વિમાનમાં લગભગ 173 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જોકે તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. 



બોઈંગનું 737 મેક્સ વિમાન હતું 

ડેનવર ફાયર વિભાગે જણાવ્યું કે આ ઘટના તે સમયે બની જ્યારે બોઈંગનું 737 મેક્સ વિમાન ડેનવરથી મિયામી જવા માટે રનવે પરથી ઉડાન ભરી રહ્યું હતું. વિમાનના ટાયરમાં ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાનને રન વે પર જ અટકાવી દેવામાં આવ્યો હતો. ડેનવર એરપોર્ટ ઓથોરિટીએ આપેલી માહિતી અનુસાર પાંચ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. જોકે તે એટલી ગંભીર નહોતી કે હોસ્પિટલે જવું પડે. 

FAA એ ઘટનાની તપાસ શરૂ કરી 

ફ્લાઈટ અવેરના અહેવાલ અનુસાર આ વિમાને બપોરે 1:12 વાગ્યે ગેટ નંબર C34 થઈ ઉડાન ભરવાની હતી પણ પછીથી એમાં ટેકઓફ દરમિયાન સંભવિત લેન્ડિંગ ગિયરની ઘટના વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને બસની મદદથી ટર્મિનલ સુધી પહોંચાડાયા હતા. ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

Tags :