જાપાનમાં મહા ભૂકંપની આગાહી : આ માટે બચાવ તૈયારીઓની યોજના ઘડાઈ રહી છે
- પ્રચંડ મોજાં ધસી આવતાં રોકવા સમુદ્ર તટે દિવાલો બંધાઈ રહી છે. લોકોને સલામત સ્થળે પહોંચવાની સરકાર દ્વારા તાલિમ અપાઈ રહી છે
ટોક્યો : જાપાનમાં મહા ભૂકંપ આવવાની સંભાવના ભૂસ્તર શાસ્ત્રીઓ દર્શાવી રહ્યા છે. આથી મહા વિનાશ થવાની ભીતિ પ્રસરી રહી છે. તેથી સરકાર અને તેના સહકારમાં બિન સરકારી સ્વાયત્ત સંસ્થાઓ સતત કાર્યરત બની ગયાં છે.
જો આ મહાભૂકંપ આવે તો સમુદ્રમાંથી પ્રચંડ મોજાં ભૂમિ ઉપર ધસી જ આવે તે સહજ છે. તેથી સમુદ્ર તટે પાકી દિવાલો બંધાઈ રહી છે. તેમજ જન સામાન્યને ભૂકંપને લીધે મકાનો અને બાંધકામો તૂટી પડવાની પૂરી શક્યતાને અનુલક્ષીને લોકોને પીવાનું પાણી તથા ખાધા ખોરાકીની ચીજો લઇ સલામત (પ્રમાણમાં સલામત) લાગતાં સ્થળોએ વહેલામાં વહેલી તકે પહોંચી જવા માટે સરકાર તેમજ બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત થઇ ગયાં છે.
ભૂકંપ અંગે ભૂસ્તર શાસ્ત્રીઓ જણાવે છે કે રેક્ટર સ્કેલ ઉપર ૭ કે તેથી વધુ આંક ધરાવતો ભૂકંપ ભારે તારાજી ફેલાવી શકે તેમ છે. સૌથી મહત્ત્વની વાત તે છે કે ભૂસ્તર શાસ્ત્રીઓને સમુદ્રની નીચે થઇ રહેલી પ્રચંડ હલચલને લીધે સુનામી જાગવાની પૂરેપૂરી ભીતિ છે.
૨૦૧૪માં જાપાનની સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાઉન્સીલે શ્રેણીબદ્ધ યોજનાઓ તૈયાર કરી છે. તેમાં જાનહાની ૮૦ ટકાથી પણ ઘટાડવા માટે આયોજન તૈયાર થઇ ગયું છે. જાપાનીઝ મીડીયા કે આ ભૂકંપ નાનકાઈ ટ્રફમાંથી ઉપસ્થિત થવાની સંભાવના છે.