Get The App

ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગ પર કંબોડિયામાં મોટી કાર્યવાહી, 105 ભારતીય સહિત 3075ની ધરપકડ

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગ પર કંબોડિયામાં મોટી કાર્યવાહી, 105 ભારતીય સહિત 3075ની ધરપકડ 1 - image



Cambodia Cyber Scam: કંબોડિયામાં ઓનલાઇન સ્કેમ અને ડિજિટલ અરેસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર(I4C )ની અપીલ પર કંબોડિયા સરકારે છેલ્લા 15 દિવસમાં દેશભરમાં દરોડા પાડ્યા હતા. 105 ભારતીય સહિત 3075ની ધરપકડ લોકોની ધરપકડ કરી છે.

ડિજિટલ અરેસ્ટનો ખેલ કંબોડિયામાં ચાલી રહ્યો હતો

અહેવાલો અનુસાર, ભારતીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને ગુપ્ત માહિતી મળી હતી કે કંબોડિયાથી ડિજિટલ અરેસ્ટનો ખેલ ચાલી રહ્યો છે. ત્યારે કંબોડિયા સરકારે 138 અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ધરપકડ કરાયેલા લોકોમાંથી 606 મહિલાઓ છે. જેમાં 1,028 ચીની, 693 વિયેતનામી, 366 ઇન્ડોનેશિયન, 101 બાંગ્લાદેશી, 82 થાઈ, 57 કોરિયન, 81 પાકિસ્તાની, 13 નેપાળી અને 4 મલેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફિલિપાઇન્સ, નાઇજીરીયા, મ્યાનમાર, રશિયા અને યુગાન્ડા જેવા અન્ય દેશોના લોકોની પણ ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીએ.... તમામ મુદ્દા ઉકેલવા રાજી, શાહબાઝ શરીફ વાતચીત માટે તૈયાર

આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન, ડ્રગ્સ, હથિયારો, ગોળીઓ, ચીની અને ભારતીય પોલીસના નકલી ગણવેશ, ડ્રગ્સ પ્રોસેસિંગ મશીનો મળી આવ્યા છે. ઘણાં કિસ્સાઓમાં, એક્સ્ટસી પાવડર જેવા ડ્રગ્સ પણ મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ રેકેટમાં ઘણાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. આરોપીઓના કંબોડિયા ઉપરાંત અન્ય દેશોમાં કનેક્શન હોઈ શકે છે. જેની તપાસ ચાલી રહી છે.

કંબોડિયામાં ધરપકડ કરાયેલા ભારતીયોને પરત લવાશે

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર હવે કંબોડિયામાં ધરપકડ કરાયેલા 105 ભારતીયોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગયા મહિને કંબોડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભારત સરકારે નાગરિકોને કંબોડિયામાં કાર્યરત સાયબર ફ્રોડ રેકેટથી સાવધ રહેવા ચેતવણી આપી છે.

Tags :