Get The App

થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના, ટ્રેક પર દોડતી ટ્રેન પર ક્રેન પડી, 22 લોકોના દર્દનાક મોત, 30 ઈજાગ્રસ્ત

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના, ટ્રેક પર દોડતી ટ્રેન પર ક્રેન પડી, 22 લોકોના દર્દનાક મોત, 30 ઈજાગ્રસ્ત 1 - image


Thailand Train Accident : થાઈલેન્ડની રાજધાની બેંગકોકની નજીક બુધવારે સવારે એક ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. એક નિર્માણાધીન પ્રોજેક્ટની ક્રેન ચાલતી ટ્રેનના ડબ્બા પર પડતાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે આ મોટી દુર્ઘટના ઘટી.



કેવી રીતે બની આ ગોઝારી ઘટના?

આ દુર્ઘટના બુધવારે સવારે નાખોન રત્ચાસિમા પ્રાંતના સિખિયો જિલ્લામાં બની હતી, જે બેંગકોકથી લગભગ 230 કિલોમીટર દૂર આવેલું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી ક્રેન અચાનક તૂટીને નીચેથી પસાર થઈ રહેલી ટ્રેન પર પડી હતી. આ ટ્રેન બેંગકોકથી ઉત્તર-પૂર્વી થાઈલેન્ડના ઉબોન રત્ચથાની પ્રાંત તરફ જઈ રહી હતી. ક્રેન ટ્રેનના એક ડબ્બા પર પડતાં જોરદાર ટક્કર થઈ, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને થોડા સમય માટે તેમાં આગ પણ લાગી ગઈ હતી.

મૃત્યુઆંક અને બચાવ કામગીરી

સ્થાનિક પોલીસ વડા થચાપોન ચિન્નાવોંગે જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે". ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.