For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈન્ડોનેશિયા બાદ સોલોમન આઈલેન્ડમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ

Updated: Nov 22nd, 2022

Article Content Image

- ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 162 લોકોના મોત અને સેંકડો લોકો ઘાયલ

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2022, મંગળવાર

ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈર્લેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન આઈલેન્ડનાં મલાંગોમાં આજે સવારે ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. કારણ કે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા સવારે 7:33 વાગ્યે અનુભવાયા હતા. ત્યારબાદ લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા. હાલમાં હજુ સુધી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી મળ્યા. 

યુએસ જીઓલોજિકલ સર્વે પ્રમાણે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે

એવું માનવામાં આવે છે કે આ ભૂકંપમાં જાન-માલનું નુકસાન થયું હશે, જેનું આકલન કરવામાં આવી રહ્યું છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ 56 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં 13 કિલોમીટરની ઊંડાઈએ હતું. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપ સોલોમન ટાપુઓમાં ખતરનાક દરિયાઈ મોજા ઉભી કરી શકે છે પરંતુ સુનામીના વ્યાપક ખતરાની આગાહી કરી નથી. સોલોમન ટાપુ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.

વધુ વાંચો: ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપઃ 62નાં મોત, 700 કરતાં વધુ ઘાયલ

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 162 લોકોના મોત

આ અગાઉ સોમવારે ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ આવેલા ઝટકાના કારણે અનેક મકાનો ધરાશાયી થયા હતા. ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

Gujarat