માડાગાસ્કરમાં 300 કિ.ગ્રા. (661 પાઉન્ડ)નું નીલમ પ્રમુખના મહેલમાંથી મળી આવ્યું

- વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકીના એક
- 18 નવેમ્બરે પાટનગર એન્ટાનાનારિયો સ્થિત પ્રમુખના પેલેસ, અ'બોહિત્સોરોહિત્રા સ્ટેટ પેલેસમાં રચાયું છે
નવી દિલ્હી : માડાગાસ્કર દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીનો એક માનવામાં આવે છે. ત્યાં ગરીબીનો દર ઘણો જ ઊંચો છે. તે વિકાસ માટે ઝૂઝી રહ્યો છે. પરંતુ માન્યામાં ન આવે તેવી વાત છે કે, તે ગરીબ દેશના પ્રમુખના મહેલમાંથી અસામાન્ય કિંમત તેવું ૩૦૦ કિ.ગ્રા. વજનનું નીલમ મળી આવ્યું છે.
માડાગાસ્કરમાં ગયા મહિને લશ્કરી બળવો થયો હતો અને કર્નલ માઇકલ રેન્ડ્રી અનિહિનાએ હિન્દ મહાસાગર સ્થિત આ ટાપુ રાષ્ટ્ર ઉપર કબજો જમાવી વચગાળાની સરકાર સ્થાપી, તેઓએ ગત માસે દુનિયાને આ અંગે માહિતી આપી હતી.
તેઓએ પત્રકારોને જણાવ્યું આ લીલો ક્રિસ્ટલ, પાટનગર એન્ટાનાનારિયો સ્થિત પ્રમુખના પેલેસ અંબોહિત્સો રોહિમામા અત્યારે રખાયો છે. તે રત્નને નીલમ પ્રકારનું રત્ન વિશ્લેષિત કરી શકાય. કર્નલે કહ્યું : અમે પ્રમુખના મહેલમાં પહોંચ્યા પછી, તેમણે એકઠા કરેલા ખજાનાની શોધ કરવા લાગ્યા. દરમિયાન આ રત્ન મળી આવ્યું.
માડાગાસ્કરના ખાણ મંત્રી કાર્લ એન્ડ્રીયામ્પોરનીએ કહ્યું કે, આ રત્ન કોઈ જેમ્સ કલેકટરને વેચીયે તો તેથી જે અઢળક રકમ મળે તેથી દેશની ગરીબી દૂર થઈ શકે તેમ છે.
એન્ડ્રીયાયોર્નીનાં આ નિવેદનના સંદર્ભમાં કેટલાક વિશ્લેષણકારો કહે છે કે, તે રત્ન વિશ્વમાં હજી સુધીમાં પ્રાપ્ય સૌથી કિંમતી રત્ન (હીરો) કોહ-ઇ-નૂર (કોહીનૂર) તો બ્રિટિશ તાજમાં છે પરંતુ, આ નીલમ તો તેથી પણ ઘણુ ઘણુ કિંમતી છે. તે યુએને જ વિશ્વ-વિરાસત તરીકે ખરીદી, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પ્રમુખની પીઠીકા પાછળ લગાડી દેવું સર્વથી ઉચિત ગણાશે. કારણ કે આથી વધુ કિંમતી રત્ન મળે તેમ નથી. તાંજોર સ્થિત નટરાજ (મિનાક્ષી) મંદિરમાં પ્રૌઢ વ્યકિતની હથેળી જેટલા માણેકમાં કોતરેલી નટરાજની મૂર્તિ જ તેની બરાબરી કરી શકે તેમ છે.

