Get The App

વિશ્વનો એકમાત્ર એવો ટચૂકડો દેશ લક્ઝમબર્ગ જ્યાં મહિલાઓની આવક પુરુષો કરતા પણ વધુ

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વનો એકમાત્ર એવો ટચૂકડો દેશ લક્ઝમબર્ગ જ્યાં મહિલાઓની આવક પુરુષો કરતા પણ વધુ 1 - image

Luxembourg News : વિશ્વના સૌથી નાના છતાં સૌથી સમૃદ્ધ દેશ પૈકી એક લક્ઝમબર્ગે વૈશ્વિક જેન્ડર વળતર તફાવતના ક્ષેત્રમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે જે હજી સુધી કોઈપણ દેશે મેળવી નથી. યુરોસ્ટેટના નવીનતમ જેન્ડર વળતર અહેવાલ અનુસાર લક્ઝમબર્ગ યુરોપમાં એકમાત્ર તેમજ વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં મહિલાઓ પુરુષો કરતા વધુ કમાય છે. શૂન્યથી 0.7 ટકા ઓછા જેન્ડર વળતર તફાવત સાથે લક્ઝમબર્ગની મહિલાઓ પુરુષો કરતા સહેજ વધુ કમાય છે જેના પરિણામે તે વિશ્વમાં એક અભૂતપૂર્વ અપવાદ બન્યો છે જ્યાં વળતર સમાનતા પ્રવર્તે છે.

વૈશ્વિક સ્તરે અમેરિકા, યુ.કે., કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો, જ્યાં કાર્યસ્થળે અધિકારોની બાબતમાં સતત પ્રગતિ થઈ હોવા છતાં મહિલાઓ હજી  પણ પુરુષો કરતા ઓછુ કમાય છે. સમગ્ર યુરોપિયન યુનિયનમાં મહિલાઓ પુરુષો કરતા પ્રતિ કલાક 12.7 ટકા ઓછુ વળતર મેળવે છે. આ પૃષ્ઠભૂમિમાં લક્ઝમબર્ગની સિદ્ધિ જેન્ડર સમાનતા માટે એક શક્તિશાળી મોડેલ તરીકે ઊભરી આવી છે.

લક્ઝમબર્ગની આર્થિક શક્તિ પણ આ વાતાવરણ માટે અનુકૂળ બની છે. યુ.કે. કરતા બમણી 143743 ડોલર પ્રતિ વ્યક્તિ જીડીપી સાથે લક્ઝમબર્ગ ખાનગી બેન્કિંગ ફરતે કેન્દ્રિત તેના મજબૂત આર્થિક ક્ષેત્ર પર નિર્ભર છે. અહીંના નાગરિકોને ઉત્કૃષ્ટ જીવનશૈલી મળી છે જેમાં ઉત્તમ આરોગ્ય સેવા, મજબૂત શિક્ષણ પ્રણાલી અને સક્ષમ જાહેર સેવાઓ સામેલ છે. 2020થી અહીં  બસ, ટ્રેન અને ટ્રામ સહિતના તમામ તમામ જાહેર પરિવહન બિલકુલ મફત છે.

લક્ઝમબર્ગનું સમૃદ્ધિ, સામાજિક રોકાણ અને કાર્યસ્થળે સમાનતાનું વિશિષ્ટ મિશ્રણ વૈશ્વિક જેન્ડર વળતર તફાવત ઓછો કરવા મથતા દેશો માટે દીવાદાંડી સમાન છે.

Tags :