Get The App

લુફ્થાન્સાનું વિમાન 10 મિનિટ સુધી પાયલોટ વિના ઊડતું રહ્યું! 199 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
લુફ્થાન્સાનું વિમાન 10 મિનિટ સુધી પાયલોટ વિના ઊડતું રહ્યું! 199 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા 1 - image


મુખ્ય પાયલોટ આરામમાં હતો અને કો-પાઈલોટ બેભાન થઈ ગયો

Lufthansa Airlines News : ફ્રેન્ક ફર્ટથી સ્પેનનાં સેવિલે જતી લુફ્થાન્સાની ફલાઈટ 10 મિનિટ સુધી પાયલોટ વિના જ ઊડતી રહી. આ ન માની શકાય તેવી ઘટનાની વિગત તે છે કે તા. 17મીના દિવસે લુફ્થાન્સાનું વિમાન એર-બસ, 199 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે સ્પેનનાં સેવિલે જઈ રહ્યું હતું ત્યારે મુખ્ય પાયલોટ કેબિન પાછળની રેસ્ટ કેબિનમાં આરામ લઈ રહ્યો હતો ત્યારે કો-પાયલોટ વિમાન ચલાવતો હતો ત્યાં અચાનક તે બેભાન થઈ ગયો.

આ પછીની ઘટનાઓ દર્શાવતાં સ્પેનિસ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી CIAIAC જણાવે છે કે, તે પછી વિમાન તો ઓટો પાયલોટ દ્વારા ચાલતું રહ્યું. જ્યારે કોકપિટમાં કો-પાયલોટ બેભાન અવસ્થામાં હતો. કમાન્ડર પાયલોટ રેસ્ટ કેબિનમાં હતો. આ પરિસ્થિતિ કોકપિટ રેકર્ડરે અસામાન્ય અવાજ (કો-પાયલોટના વધી ગયેલા શ્વાચ્છોસ્વાસનો અવાજ) નોંધતાં તત્કાલ તબીબી સહાયની બઝર વગાડી તેથી કમાન્ડર પાયલોટ જાગી ગયો અને પાયલોટ કેબિનનું દ્વાર ખોલી અંદર જવા પ્રયત્ન કર્યો પરંતુ તે ડોર પાંચ પ્રયત્નો છતાં ખુલ્યો નહીં.

એક ફલાઈટ એટેન્ડન્ટે પણ પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. નિયમ એવો છે કે પાયલોટ મંજૂરી આપતું બટન દબાવે તો જ પાયલોટ કેબિનનું દ્વાર ખુલી શકે. આથી ઇન્ટરકોમ દ્વારા કો-પાયલોટનો સંપર્સ સાધવા પ્રયત્ન કરાયો પરંતુ તે તો બેભાન હતો. જવાબ કોણ આપે ? છેવટે કમાન્ડર પાયલોટે અંદરથી મંજૂરી ન મળે છતાં કોકપીટ ડોર ઉઘાડી શકાય તેવા ઓવર-રાઈટ-કોડનો ઉપયોગ કરતો હતો ત્યારે કો-પાયલટે મહાપ્રયત્ને ઊભા થઈ ડોર અંદરથી ઉઘાડયો પછી તે પેલાની સીટ પર બેસી પડયો. કમાન્ડર પાયલોટે તુર્તજ કંટ્રોલ હાથમાં લીધો વિમાનને માડ્રિડનાં એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું પેલા કો-પાયલોટને તુર્ત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો થોડા વિરામ પછી વિમાન દક્ષિણ સ્પેનનાં સેવિલે પહોંચ્યું.

Tags :