World

સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત: હંગેરીના લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈને અપાયું સન્માન

By GS TEAM
9 Oct 20251 min read
TukuTouch Logo
સ્વીડિશ એકેડેમીએ 9 ઓક્ટોબરે સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિકની જાહેરાત કરી. આ વર્ષે હંગેરીના લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈને આ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે અનેક પુસ્તકો તથા કવિતાઓથી સાહિત્યની સેવા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત: હંગેરીના લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈને અપાયું સન્માન

László Krasznahorkai Awarded Nobel Prize for Literature 2025 : સ્વીડિશ એકેડેમીએ 9 ઓક્ટોબરે સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિકની જાહેરાત કરી. આ વર્ષે હંગેરીના લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈને આ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે અનેક પુસ્તકો તથા કવિતાઓથી સાહિત્યની સેવા કરી છે. 

પુસ્તકના આધારે ફિલ્મો બની 

સ્વીડિશ એકેડેમીએ જણાવ્યું છે કે લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈની રચનાઓ અત્યંત પ્રભાવશાળી અને દૂરંદેશી છે. તેમણે દુનિયામાં તારાજી અને ભયના વાતાવરણ વચ્ચે કળાની તાકાતનો પરિચય કરાવ્યો છે. તેમણે લખેલા પુસ્તકો  સેટાનટેંગો અને ધ મેલાંકલી ઓફ રેસિસટેન્સ પર ફિલ્મો પણ બની છે. તેઓ ઊંડા વિચારો ધરાવતી ભાવુક વાર્તાઓ લખવા માટે જગવિખ્યાત છે. 

નાનકડા ગામમાં થયો હતો જન્મ 

લાઝ્લો ક્રાઝ્નાહોરકાઈનો જન્મ 1954માં હંગેરી-રોમાનિયાની સરહદ પાસે એક નાનકડા ગામમાં થયો હતો. નોબેલ પારિતોષિક જીતવા પર લાસ્ઝલોને 10.3 કરોડ રૂપિયા, સોનાનું મેડલ તથા સર્ટિફિકેટ ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. નોબેલ એકેડેમીએ અત્યાર સુધી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન અને સાહિત્ય ક્ષેત્રે પુરસ્કારોની જાહેરાત કરી છે. હજુ નોબેલ શાંતિ પારિતોષિક કોને અપાશે તેની જાહેરાત કરવામાં નથી. 

કેવી રીતે થઈ નોબેલ પારિતોષિકની શરૂઆત? 

નોંધનીય છે કે આલ્ફ્રેડ નોબેલ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા જેમણે ડાયનામાઈટની શોધ કરી હતી. 1896માં તેમના નિધન બાદ વર્ષ 1901થી તેમના નામ પર પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી. આજ સુધી પરંપરા યથાવત છે અને નોબેલ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને દુનિયાભરમાં ખૂબ માન-સન્માન મળે છે.