ધોળા દિવસે વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિયમમાંથી માત્ર 4 મિનિટમાં 8 આભૂષણ કેવી ચોરી ગયા ચોર? થયો મોટો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

France Louvre Museum Robbery: એક સામાન્ય માણસ માટે ચાર મિનિટ એટલી ટૂંકી હોય કે એક કપ ચા પણ ઠીકથી ન ઉકાળી શકે. પણ વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા ફ્રાંસના વિખ્યાત લૂવ્ર મ્યુઝિયમમાં 19 ઓકટોબર, 2025ના રોજ ધોળા દિવસે માત્ર ચાર જ મિનિટમાં કરોડોની ચોરી કરવામાં આવી. એવામાં આશ્ચર્ય થાય કે આખરે માત્ર ચાર જ મિનિટમાં શાહી ખજાનો કેવી રીતે લૂંટી લેવાયો! જાણીએ કે આખરે શું થયું, કેમ આ ચોરી વિશ્વની સૌથી ચર્ચિત ઘટનાઓમાંની એક ગણાય છે.
ધોળા દિવસે માત્ર ચાર જ મિનિટમાં કરી કરોડોની ચોરી
રવિવારે સવારે, વિશ્વના સૌથી પ્રખ્યાત અને વ્યસ્ત મ્યુઝિયમમાંના એક, લૂવ્ર મ્યુઝિયમમાં ચોરોએ માત્ર ચાર મિનિટમાં એક લૂંટ ચલાવી. ચોરો બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કરીને મ્યુઝિયમના ગેલેરી ડેસ એપોલોનમાં પ્રવેશ્યા અને નેપોલિયન યુગના કિંમતી આભૂષણ ચોરી ગયા અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. આભૂષણમાંથી એક, નેપોલિયનની પત્ની, મહારાણી યુજેનીનો નીલમણિ જડિત મુગટ, મ્યુઝિયમની બહાર મળી આવ્યો, જોકે તે તૂટેલો હતો. મ્યુઝિયમમાં દરરોજ 30,000 મુલાકાતીઓ આવી શકે છે.
ચોરી કેવી રીતે થઈ?
આ ઘટના સવારે 9:30 વાગ્યાની આસપાસ બની હતી. મ્યુઝિયમ પ્રવાસીઓથી ભરેલું હતું. ચોરોએ મ્યુઝિયમની નજીકની લિફ્ટનો ઉપયોગ કરીને બારી તોડી, ડિસ્ક કટરથી કાચ કાપી નાખ્યા અને સીધા આભૂષણો ધરાવતા શોકેસ સુધી પહોંચી ગયા. તેઓએ ડિસ્પ્લે કેસ તોડી નાખ્યા, 8 આભૂષણ ચોરીને મોટરસાઇકલ પર ભાગી ગયા.
શું ચોરાઈ ગયું હતું?
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચોરી થયેલા દાગીનામાં રાણી મેરી-એમેલી અને હૉર્ટન્સ (19મી સદીની ફ્રાંસીસી રાણીઓ)ના સેટમાંથી નીલમણિ તાજ, હાર અને એક બાલી, નેપોલિયન બોનાપાર્ટની બીજી પત્ની રાણી મેરી-લુઇસના પનાના હાર અને બાલીઓ, એક બ્રોચ, રાણી યૂજનીનો તાજ અને તેનો વિશાળ કોર્સેજ-ધનુષબ્રોચ,19મી સદીનો શાહી વસ્ત્રાલંકાર આ બધા દાગીના એવી કિંમત ધરાવે છે કે જેને નક્કી કરવી મુશ્કેલ છે – કેમ કે એ માત્ર દાગીના નથી, એ શાહી વારસો છે.
ચોરો બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કરીને પ્રવેશ્યા
ફ્રેન્ચ મીડિયાના અહેવાલ અનુસાર ગુનેગારો વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા મ્યુઝિયમ અને ભૂતપૂર્વ મહેલમાં સીન તરફના રવેશથી પ્રવેશ્યા હતા, જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું હતું કે તેઓએ એપોલો ગેલેરી રૂમમાં સીધા પ્રવેશવા માટે બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. ત્યાંથી બારીઓ તોડ્યા પછી, ચોરોએ નેપોલિયન અને મહારાણીના દાગીના સંગ્રહમાંથી 8 આભૂષણો ચોરી લીધા છે.
સુરક્ષા પ્રશ્નો ઉભા થયા
લૂવ્ર મ્યુઝિયમમાં થયેલી આ ઘટનાએ ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી કરી છે. આ તે ગેલેરી છે જ્યાં ફ્રાન્સના તાજના આભૂષણો પ્રદર્શિત કરવામાં આવે છે. આ સ્થળને ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ પ્રકારની ચોરી યુરોપમાં છેલ્લા દાયકામાં સૌથી મોટી ઘટનાઓમાંની એક છે. આ ચોરી એવા સમયે થઈ છે જ્યારે મ્યુઝિયમના કર્મચારીઓ સ્ટાફની અછત અને સુરક્ષા અંગે ફરિયાદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: 36 હજાર ફૂટની ઊંચાઈએ હવામાં જ તૂટી બોઈંગ 737 વિમાનની વિન્ડશિલ્ડ! પાયલટ ઈજાગ્રસ્ત
મ્યુઝિયમમાં ચોરીને લઈને રાજકીય ચર્ચા શરૂ
ફોરેન્સિક ટીમ અને પોલીસ હાલ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવામાં આવી રહી છે, લિફ્ટની તપાસ કરવામાં આવી રહી છે અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ચોરીમાં ચાર લોકો સામેલ હતા: બે મજૂરના પોશાક પહેરેલા અને બે મોટરસાયકલ પર રાહ જોઈ રહ્યા હતા. આ ઘટનાએ રાજકીય તણાવ પણ ફેલાવ્યો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને નિશાન બનાવતા જમણેરી નેતા જોર્ડન બાર્ડેલાએ કહ્યું, લૂવ્ર મ્યુઝિયમ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. આ ચોરી આપણા દેશ માટે ખૂબ જ અપમાનજનક છે.'
લૂવ્ર મ્યુઝિયમમાં ચોરીના પ્રયાસોનો લાંબો ઇતિહાસ
અગાઉ વર્ષ 1911માં ચોરીની ઘટના બની હતી, જ્યારે મોનાલિસાનું પેઇન્ટિંગ ચોરી થયું હતું. આ ચોરી વિન્સેન્ઝો પેરુગિયા નામના ભૂતપૂર્વ કર્મચારી દ્વારા કરવામાં આવી હતી. તે તેના કોટ નીચે પેઇન્ટિંગ છુપાવીને ભાગી ગયો હતો. તે બે વર્ષ પછી ફ્લોરેન્સમાં મળી આવ્યું હતું.









