Get The App

આવો જાણીએ રૈકૂન કૂતરા વિશે, જે તમે નથી જાણતા

Updated: Jun 4th, 2019

GS TEAM

Google News
Google News

પાલતુ કૂતરાઓ સિવાય પણ કૂતરાઓની પ્રજાતિ હોય છે, જેમાં રૈકૂન પણ એક પ્રજાતિ છે. રૈકૂન કૂતરાઓને તનુકી નામથી પણ ઓળખાય છે. આ પ્રજાતિ પૂર્વી એશિયામાં જોવા મળે છે. ઉલ્લેખનીય વાત એ છે કે જાપાનની સંસ્કૃતિમાં આ પ્રજાતિને અશુભ માનવામાં આવે છે. 

આવો જાણીએ રૈકૂન કૂતરા વિશે, જે તમે નથી જાણતા 1 - image

આ પ્રજાતિની બનાવટ અને સ્વભાવની વાત કરીએ તો આ જંગલી ફર, કોમળ આંખો હોય છે. તેમજ  એમનો સ્વભાવ પણ કોમળ હોય છે. આ વિશે માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ શરૂ કર્યો હતો. તેમને વરુ અને શિયાળના સંબંધી માનવામાં આવે છે. એ વિશે માન્યતા છે કે રૈકૂનનો અર્થ થાય છે બેસલ પ્રજાતિ, જે પ્રજાતિ કૈનડ પરિવારની શિયાળના રૂપ માનવામાં આવે છે. 

હાલ એટલાન્ટા અમેરિકામાં માત્ર બે ઝૂ છે અને એમાંથી માત્ર એકમાં આ પ્રજાતિ જોવા મળે છે. આને એક ઉદાહરણ માની લઇએ તો ભવિષ્યમાં આ પ્રજાતિ લુપ્ત પ્રજાતિમાં સામેલ થઇ જશે. કહેવાય છે કે ઉત્તરી ભાગમાં રહેતા રૈકૂન શિયાળામાં ત્યાં સુધી પોતાને સાચવી શકે છે જ્યાં સુધી ઉનાળો ના આવી જાય.

આવો જાણીએ રૈકૂન કૂતરા વિશે, જે તમે નથી જાણતા 2 - image

રૈકૂન કૂતરાઓનો ઉલ્લેખ જાપાનની લોકકથાઓમાં જોવા મળે છે. જેમાં એમને રહસ્યમય આકાર બદલનારી આત્માઓનું રૂપ માનવામાં આવે છે.

Tags :