Get The App

યુરોપની વાત છોડો, રશિયા યુક્રેન ઉપર પણ કબ્જો જમાવી શકે તેમ નથી : તુલસી ગર્બ્બાડ

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
યુરોપની વાત છોડો, રશિયા યુક્રેન ઉપર પણ કબ્જો જમાવી શકે તેમ નથી : તુલસી ગર્બ્બાડ 1 - image

- પશ્ચિમના મીડિયામાં આવેલા રીપોર્ટસ : પુતિન યુક્રેન કબ્જે કરી યુરોપ જીતી લેવા માગે છે તેવા રીપોર્ટસને ગર્બ્બાડે યુદ્ધોત્માદક જણાવ્યા

વોશિંગ્ટન : અમેરિકાનાં ડીરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગર્બ્બાડે સ્પષ્ટત: કહ્યું હતું કે, રશિયા, યુક્રેન કબ્જે કરી યુરોપ કબ્જે કરવા માગે છે તેવા પશ્ચિમના મીડીયામાં આવેલા અહેવાલો તદ્દન વાહીયાત છે, તે વાતો માત્ર યુદ્ધોત્માદક વર્ગે જ વહેતી મુકેલી છે. જાસૂસી અહેવાલો તો સ્પષ્ટત: જણાવે છે કે, યુરોપની વાત છોડો રશિયા યુક્રેન ઉપર પણ સંપૂર્ણ કબ્જો જમાવી શકે તેમ નથી. આવી વાતો માત્ર અને માત્ર યુદ્ધોત્માદક જૂથો દ્વારા વહેતી મુકવામાં આવી છે. આથી ભયની ઘંટડીઓ વગાડી તેઓ પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરાતા શાંતિ પ્રયાસોને ખોરવી દેવા માગે છે.

પોસ્ટ 'ટ ' ઉપર તેઓએ લખ્યું 'સાચી વાત તે છે કે, અમેરિકાનાં જાસૂસી તંત્રે આંકલન કર્યું છે કે, યુક્રેનને જીતી તે કબ્જે કરવા જેટલી રશિયામાં તાકાત નથી ત્યાં યુરોપ કબ્જે કરવાની તો વાત જ ક્યાં આવે ?'

આ સાથે તુલસી ગર્બ્બાડે તેવા અહેવાલો વહેતા મુકનારાઓને 'હાડેતા' યુદ્ધોત્માદક કહ્યા હતા, અને કહ્યું હતું કે આ રીતે તેવો યુક્રેન અને યુરોપમાં શાંતિ સ્થાપવાના પ્રમુખ ટ્રમ્પના પ્રયાસોને ખોરવી નાખવા માગે છે. તેઓએ એવા જુઠાણાં ચલાવ્યાં છે કે, અમેરિકી જાસૂસી સંસ્થાઓ, યુરોપીય યુનિયન અને નાટોનાં તે મતને પુષ્ટિ આપે છે કે રશિયાનું ધ્યેય આક્રમણ કરી યુરોપ જીતી લેવાનું છે. આ ઢોલ તેવો એટલા માટે વગાડે છે કે, તેઓની યુદ્ધ તરફી નીતિને પુષ્ટિ મળે, પરંતુ પશ્ચિમનાં મીડિયાનું આ અનુમાન મૂળભૂત રીતે પાયા વગરનું છે.

તેઓની આ ટીકાઓ તેવે સમયે આવી હતી કે, ફરી ફરી પશ્ચિમનાં મીડીયાએ તેવા દાવા કર્યા હતા કે, 'રશિયાના પ્રમુખની પ્રાદેશિક આકાંક્ષાઓ યથાવત્ રહી છે, અને મોસ્કો હજી પણ યુક્રેન ઉપર કબ્જો જમાવી દેવા માગે છે.'

રશિયાએ આવા દાવાને સ્પષ્ટ રદિયો આપ્યો છે. આ સપ્તાહે જ પુતિને તે અહેવાલોને રદિયો આપ્યો હતો કે, રશિયા યુરોપીય યુનિયનના દેશો ઉપર આક્રમણ કરવા માગે છે, આ અહેવાલોને પુતિને તદ્દન જુઠ્ઠા અને મૂર્ખતાભર્યા કહ્યા હતા. સાથે તેમ પણ કહ્યું હતું કે, આ દ્વારા તેઓ વધુ સેનાકીય ખર્ચ યોગ્ય ઠરાવવા માગે છે. તેમ 'રશિયા ટુડે'એ જણાવ્યું હતું.

ગબ્બાર્ડનાં આ મંતવ્યની પુતિનના વિશેષ દૂત ફીરીલ્બ દીમીત્રિયેલે પ્રશંસા કરી હતી.