જાણો દુનિયાના પહેલા નકશા વિશે
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2020, શુક્રવાર
આજકાલ લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરીને દુનિયાના કોઈ પણ છેડા પર પહોંચી જાય છે. રસ્તો અજાણ્યો હોય તો પણ ગૂગલ મેપ પર વિશ્વાસ રાખી લોકો આગળ વધી જાય છે. આપણને ચિંતા નથી હોતી કે મેપ આપણને ખોટા રસ્તે લઈ જશે તો... પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ગૂગલ મેપ પછી ભલેને તે રસ્તો જાણતો હોય કે નહીં.
આજથી 500 વર્ષ પહેલા લોકોને એ પણ ખબર ન હતી કે સમુદ્ર કેટલાક છે, મહાસાગર કેટલા છે. અમેરિકા ક્યાં આવેલું છે, ભારત ક્યાં છે... આ સમયમાં પણ કેટલાક સાહસી લોકો હોડી પર સવાર થઈને અથવા તો ચાલીને દુનિયાનું ભ્રમણ કરવા નીકળી પડતા હતા.
દુનિયાનો પહેલો નકશો
યૂરોપમાં દુનિયાનો પહેલો નકશો 1448માં વેનિસના માનચિત્રકાર જિયોવાન્ની લિઆર્દોએ ચામડા પર તૈયાર કર્યો હતો. આ નકશાનું નામ પ્લેનિસ્ફેરો હતું. આ એક લેટિન ભાષાનો શબ્દ છે. પ્લેનસ એટલે ચપટા અને સ્ફેરસ એટલે ગોળો. આ નકશાનો પાયો હતો યૂનાની-રોમન વિદ્વાન ટોલેમીના ભૂકેંદ્રીય મોડલ, બુત પરસ્તોના નિશાન, ઈસાઈયોની શ્રદ્ધા, અરબી ભૌગોલિક સિદ્ધાંત અને વૈજ્ઞાનિક ફોર્મુલાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નકશમાં તમામ પ્રાયદ્વીપોને તે જ નામોથી રેખાંકિત કરાયા હતા.
નકશા પર આધારિત હજારો પુસ્તક
આ નકશા પહેલા 1448માં વધુ એક નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. આ માનચિત્ર પણ ઈટલીના એક અન્ય શહેર વેનિસમાં બિબલિયોટેકા સિવિકા બર્ટિલોનિયા લાઈબ્રેરીમાં સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે બિબલિયોટેકા સિવિકા બર્ટિલોનિયામાં નકશા પર હજારો પુસ્તકો અને હસ્તલિપિઓ છે. આ તમામને ફેલાવવામાં આવે તો અંદાજે 19 કિલોમીટરમાં ફેલાઈ શકે છે.
15મી અને 16મીં સદીના અંતમાં દુનિયાના એક નવા વિસ્તારની ખોજ કરવામાં આવી રહી હતી અને સાથે પ્રિટિંગનું કામ પણ શરુ થયું હતું. જેના કારણે નકશામાં સરળતાથી તે છપાઈ શકે અને લોકો સુધી તેની જાણકારી પહોંચી શકે. નાવીકો અને વેપારીઓ પાસેથી જે જાણકારી મળતી હતી તે છાપી અને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવતું.
ટોલેમીનું મહત્વ
ટોલેમીએ જણાવ્યું કે દુનિયા ચપટી અને 70 ડિગ્રી પહોડી છે. ટોલેમીએ એમ પણ જણાવ્યું હતું કે ભારત, ચીન યૂરોપની પૂર્વમાં આવેલા છે. આ જાણકારીના આધારે ટોલેમીએ માનચિત્ર પણ બનાવ્યું હતું તેના પર 15મી શતાબ્દીમાં શોધકર્તાઓએ પોતાની સર શરૂ કરી હતી.
ટોલેમીના નકશાની પ્રથમ નકલ વર્ષ 1475માં લેટિનમાં છાપવામાં આવી હતી. ટોલેમી લોકો ગણિતશાસ્ત્રી, ભૂગોળશાસ્ત્રી અને જ્યોતિષી તરીકે ઓળખતા હતા. જેને બીજી સદીમાં રોમન સામ્રાજ્યમાં વિશ્વના ભૂગોળને સમજાવવા માટે કામ સોંપવામાં આવ્યું હતું. ટોલેમીની 1475 ની હસ્તપ્રતોમાં નકશા શામેલ ન હતા. ફક્ત અનુભવના આધારે લખેલી માહિતી હતી. પરંતુ પાછળથી જે નકશા બનાવવામાં આવ્યા હતા તે પણ હાથેથી રંગો ભરવામાં આવ્યા હતા. જમીન દર્શાવવા માટે પીળો રંગ અને સમુદ્ર માટે વાદળી રંગનો ઉપયોગ તે સમયે કરવામાં આવ્યો હતો.
1500થી પહેલાની જેટલી પણ પુસ્તકો કે હસ્તલિપિઓ નકશા પર આધારિત છે. તે તમામમાં એવા પેજ નથી જેમાં પ્રસ્તાવના, લખનારનું નામ, તારીખ વગેરે લખેલા હોય છે. તેનું ચલણ 1500 પછી શરૂ થયું હતું આ ચલણ અલદુસ મનુટિયસએ શરૂ કર્યું હતું. આ પહેલો વ્યક્તિ હતો જેણે ઈટાલિક ફોન્ટનો ઉપયોગ કર્યો હતો.
પેટરસનું પુસ્તક
1524માં જર્મનીના પેટરસ અપ્યાનસને કોસ્મોગ્રાફિયા નામનું પુસ્તક લખ્યું હતું કે ગણિતના આધાર પર ભૂજ્ઞાનની ઝીણવટ વિશે જણાવતું હતું. પેટરસને નકસો બનાવવા ગણિત અને ખગોળશાસ્ત્રમાં મહારત પ્રાપ્ત કરી હતી. આ પુસ્તક 14 ભાષામાં અને 30 વાર છપાયું હતું. તેનું પહેલું લેટિન સંસ્કરણ 1540માં છપાયું હતું.
આ ચાર્ટ્સ કાગળનાં અનેક સ્તરોમાંથી બનાવવામાં આવ્યા હતા. તેને પ્રારંભિક એનાલોગ કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરના ઉદાહરણ તરીકે પણ ગણી શકાય. આ સાથે રાશિચક્રના સંકેત, ચંદ્ર અને સૂર્યની ગતિ સમજી શકાય છે. બ્રહ્માંડ સમુદ્રતટ માટે કોસ્મોગ્રાફિયાએ ઘણી વધુ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.આ ઉપરાંત, કોસ્મોગ્રાફી વિશ્વના પ્રારંભિક નકશા માટે પણ જાણીતી છે, જેણે ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારાને પ્રથમ દર્શાવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન, પૃથ્વીના નવા ભાગોની શોધ કરવામાં આવી. સંશોધકો પાસેથી મળેલી માહિતીના આધારે નકશાઓના ઘણા નકશા, અબેકસનાં પુસ્તકો, દરિયાઇ માર્ગોનાં પુસ્તકો લખવામાં આવ્યાં હતાં. આ પુસ્તકો સેનાઓને ભૂમિ અને દરિયાઇ માર્ગોને સમજવામાં પણ મદદ કરે છે.
પ્રથમ એટલાસ
પહેલો એટલાસ 1570 માં થિયેટર ઓફ ધ વર્લ્ડ શીર્ષક પર છપાયો હતો. તેને પ્રથમ આધુનિક નકશો પણ કહેવામાં આવે છે. તે ફ્લેમિશ વિદ્વાન અને ભૂસ્તરશાસ્ત્રી અબ્રાહમ એર્ટેલિઅસે લખ્યું હતું, પ્રથમ વખત આ એટલાસમાં નકશા સાથેની વિગતવાર માહિતી શામેલ હતી. નકશા નિષ્ણાંત ડ્રાફ્ટ્સમેન દ્વારા તૈયાર કરાયા હતા. જે સ્થળની તેની વિશેષતા હતી તેના નિશાન પણ બનાવવામાં આવ્યાં હતાં.
ઉદાહરણ તરીકે, ઊંટ અને ખજૂરનાં વૃક્ષો રણના પ્રતિનિધિત્વ માટે બનાવવામાં આવ્યા હતા. પ્રથમ વખત નકશાને છાપવા માટે કોપર પ્લેટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નકશામાં વપરાતા રંગો હજી પણ ચમકતા હોય છે.
થિયેટર ઓફ વર્લ્ડ તે યુગના સમૃદ્ધ લોકો માટે માહિતી આપતું હતું. આ માર્ગદર્શિકા જર્મન, ફ્રેન્ચ, ડચ, લેટિન અને બીજી ઘણી ભાષાઓમાં પણ 1570 થી 1612 દરમિયાન પ્રકાશિત કરવામાં આવી હતી. 1570 માં થિયેટર ઓફ વર્લ્ડની આવૃત્તિ પ્રથમ વખત છાપવામાં આવી હતી, જેમાં આ નકશાના સ્ત્રોત તરીકે માનવામાં આવતા 87 ભૂસ્તરશાસ્ત્રીઓ અને કાર્ટિગ્રાફરોના નામ હતા. આ સૂચિમાં ઘણા વધુ નામો પાછળથી જોડાયા અને પછી તેમાં 183 નામનો સમાવેશ થયો હતો.
વિશ્વ ગોળ છે
ઘણા નકશા પુસ્તકો પ્રકાશિત થયા હતા, પરંતુ વિશ્વ ગોળ છે, આ વાત ઇટાલિયન શોધકર્તા એન્ટોનિયો પિગાફિટાએ કહ્યું હતું. પિગાફેટાએ એક ડાયરીમાં સમુદ્ર દ્વારા વિશ્વની યાત્રાની યાદોને લખવામાં આવી હતી, જે તેમણે રોમન સામ્રાજ્યના સમ્રાટ ચાર્લ્સ પાંચમાને ભેટ તરીકે આપી હતી. 1524 માં આ ડાયરી એક પુસ્તકના રૂપમાં છપાઈ હતી.
આ ડાયરીમાં લખેલી માહિતીના આધારે પ્રશાંત મહાસાગર વિશે જાણ થઈ. નકશાઓની યાત્રાને જાણ્યા પછી, એમ કહી શકાય કે તેણે આજની દુનિયાને નજીક લાવવામાં અને તેને નવી રીતે સમજવામાં અને વિજ્ઞાનની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો નકશા નિર્માતાઓ પ્રવાસ પર ગયા ન હોત, તો વિશ્વમાં પ્રગતિ શક્ય ન હોત.