Get The App

જાણો, વિશ્વમાં સૌથી લાંબુ ૫૮ અક્ષરનું નામ ધરાવતા ગામ વિશે- અટપટ્ટા અક્ષરમાં પણ સમાયો છે અર્થ

આ ગામમાં ઇસ ૧૮૫૦માં રેલવેલાઇન પાથરવામાં આવી હતી

આ ગામના રેલવે સ્ટેશનનું નામ પણ દુનિયામાં સૌથી મોટું છે

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
જાણો, વિશ્વમાં સૌથી લાંબુ ૫૮ અક્ષરનું નામ ધરાવતા ગામ વિશે- અટપટ્ટા અક્ષરમાં પણ સમાયો છે અર્થ 1 - image


લંડન,25 ફેબ્રુઆરી,2022,શુક્રવાર 

ટુંકુ નામ બોલવામાં અને લખવામાં સરળ પડે છે એનાથી ઉલટું લાંબુ નામ કંટાળો આપે છે. સામાન્ય રીતે ૨ થી ૫ અક્ષર ધરાવતા નામ ઉચ્ચારવામાં રાહત રહે છે પરંતુ જો કોઇ ગામ કે સ્થળનું નામ લાંબો ફકરો લખતા હોય એવું હોયતો પારાવાર તકલીફ વેઠવી પડે છે.

બ્રિટનમાં વેલ્સના કાંઠે દુનિયામાં સૌથી લાંબુ ૫૮ અક્ષરો ધરાવતું ગામ આવેલું છે તે સ્થળ એંગ્લિસ તરીકે જાણીતું છે. એવું નથી કે આ ગામનું નામ લાન ફેર પૂલ ગુઇન ગિલ ગો ગેર યૂ કવીરન ડ્રોબવેલ લાન્ટી સિલિ યો ગોગો ગોચ (llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch)  આ ૫૮ અક્ષરો અને ૧૮ શબ્દોમાં વહેંચાયેલા ગામનો કોઇ અર્થ નથી.

આ ગામનું નામ જેટલું અટપટ્ટુ છે એટલો જ તેનો અર્થ પણ છે. આમના નામનો  ઉચ્ચાર લાન ફેર પૂલ ગુઇન ગિલ ગો ગેર યૂ કવીરન ડ્રોબવેલ લાન્ટી સિલિ યો ગોગો ગોચ એવો થાય છે. વેલ્સ ભાષામાં આનો અર્થ તેજ પ્રવાહ પાસે સફેદ નગરની ઘાટી નજીક સેંટ મેરીનું ચર્ચ અને લાલા ગુફાવાળા સેન્ટસૂલિયોનું ગિરજાઘર એવો થાય છે. 

ઇસ ૧૮૫૦માં પ્રવાસીઓને આકર્ષવા માટે આટલું લાંબુ નામ રખાયેલું 

જાણો, વિશ્વમાં સૌથી લાંબુ ૫૮ અક્ષરનું નામ ધરાવતા ગામ વિશે- અટપટ્ટા અક્ષરમાં પણ સમાયો છે અર્થ 2 - image

આ ગામનું નામ આમતો ટુંકું હતું પરંતુ ૧૮૬૦માં પ્રવાસીઓને આકર્ષવા માટે ગામનું નામ લાંબું કરવામાં આવ્યું હતું. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ ગામની વસ્તી ૩૧૦૭ છે. વસ્તીની દ્વષ્ટીએ ટાપુ પરનું ૬ઠ ક્રમનું ગામ છે. લાન ફેર પૂલ ગુઇન ગિલ ગો ગેર યૂ કવીરન ડ્રોબવેલ લાન્ટી સિલિ યો ગોગો ગોચ ગામમાં ૭૧ ટકા લોકો વેલ્સ બોલે છે. ઇસ પૂર્વે ૪૦૦૦ થી ૨૦૦૦ દરમિયાન પણ આ ગામમાં માનવ વસ્તી હોવાનું પ્રમાણ મળે છે. ખેતી અને માછલીઓ પકડવીએ સદીઓ જુનો પરંપરાગત વ્યવસાય રહયો છે. 

બહારથી આવતા લોકો તો નામ અડધું પણ બોલી શકતા નથી. 

જાણો, વિશ્વમાં સૌથી લાંબુ ૫૮ અક્ષરનું નામ ધરાવતા ગામ વિશે- અટપટ્ટા અક્ષરમાં પણ સમાયો છે અર્થ 3 - image

આ ગામનું જાણીતું ચર્ચ મધ્યકાલિન સમયમાં બનાવવામાં આવ્યું હતું. ૧૮૪૪માં આ ગામની જમીનની માલિકી માત્ર ૩ વ્યકિતઓ પાસે હતી અને ૩૦૦ આસપાસ લોકો રહેતા હતા. ઇસ ૧૮૨૬માં થોમસ ટેલફોર્ડે સસ્પેન્શન બ્રીજનું નિર્માણ કરતા બીજા ગામ સાથે જોડાયું હતું. ગામની અધિકૃત વેબસાઇટમાં પણ દુનિયામાં સૌથી વધુ અક્ષર ધરાવતું ગામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બહારથી આવતા લોકો તો નામ અડધું પણ બોલી શકતા નથી. ગામના લોકો આખું નામ બોલે તેવો આગ્રહ રાખવામાં આવે છે પરંતુ બધાને ફાવતું નથી. લોકો ટુંકમાં Llanfair પણ બોલે છે. સપ્ટેમ્બર ૨૦૧૫માં આ ગામનું તાપમાન સમગ્ર દેશમાં સૌથી વધારે હતું ત્યારે ચર્ચામાં આવ્યું હતું. 

રેલવેમાં બેસીને અનેક પર્યટકો આ ગામની મુલાકાતે આવે છે. 

જાણો, વિશ્વમાં સૌથી લાંબુ ૫૮ અક્ષરનું નામ ધરાવતા ગામ વિશે- અટપટ્ટા અક્ષરમાં પણ સમાયો છે અર્થ 4 - image

ઇગ્લેન્ડની એક ન્યૂઝ ચેનલના હવામાન રિપોર્ટર લિયામ ડટને લાન-વાયર-પૂલ-ગુઇન-ગિલ-ગો-ગેર-યૂ-કવીરન-ડ્રોબ-ઉલ-લાન્ડસ-ઇલ્લિયો-ગોગો-ગોચ સરળતાથી સૌને નવાઇ લગાડી હતી. તેના વાયરલ થયેલા વીડિયોને બે કરોડથી વધુ લોકોએ જોયો હતો. આ ગામમાં ઇસ ૧૮૫૦માં રેલવેલાઇન પાથરવામાં આવી હતી.

આ ગામના રેલવે સ્ટેશનનું નામ પણ દુનિયામાં સૌથી મોટું છે. સમય જતા બ્રિટાનિયા બ્રીજ અને નોર્થ વેલ્સ કોસ્ટ રેલવેલાઇનનું નિર્માણ થતા સીધુ લંડન સાથે જોડાયું હતું. ૧૯૧૫માં એક મહિલા સંસ્થાનની બેઠક મળી હતી. આ ગામમાંથી મહિલાઓનું આંદોલન શરુ થયું જે ગ્રેટ બ્રિટનના બીજા ટાપુઓ પર ફેલાયું હતું. રેલવેમાં બેસીને અનેક પર્યટકો આ સ્થળની મુલાકાતે આવે છે. 

Tags :