જાણો, ફ્રાંસ પાસેથી ભારતને મળનારી હેમર મિસાઇલની ખાસિયત વિશે ...
હેમર મિસાઇલ 60 થી 70 કિમી સુધી લક્ષ્ય પર પ્રહાર કરવા સક્ષમ
એક રફાલ વિમાનમાં 6 હેમર મિસાઇલ ફિટ કરી શકાય છે
નવી દિલ્હી, 23,જુલાઇ, 2020, ગુરુવાર
ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલો તણાવ ઓછો થયો છે છતાં પરીસ્થિતિ ભારે છે.ચીન પેંગોગ સહિતના વિસ્તારોમાંથી પોતાનું સૈન્ય ખસેડી લેવાનું નાટક કરીને બેવડી રમત રમે છે અંદરખાને યુધ્ધની તૈયારીઓ કરે તેવા સમયે 29 જુલાઇના રોજ ફ્રાંસથી ભારત આવી રહેલા 5 રફાલ વિમાનો વાયુ અને થલસેનાને બળ પુરું પાડશે. આમ તો રફાલ વિમાનની ડિલીવરી ગત મે માસમાં થવાની હતી પરંતુ કોરોના વાયરસના પગલે લોકડાઉનની સ્થિતિ ઉભી થતા સ્થગિત થઇ હતી. ભારતે ફ્રાંસ સાથે કુલ 36 રાફેલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો છે તે અંર્તગત રફાલ વિમાનો ફ્રાંસથી ભારત લાવવામાં આવી રહયા છે. અત્યંત બહુ ઉપયોગી ઇને ચર્ચાસ્પદ બનેલા રફાલ વિમાનોની સાથે ભારત હેમર મિસાઇલ પર ફ્રાંસ પાસેથી ખરીદવાનું વિચારે છે જેનાથી રફાલની મારક ક્ષમતા ખૂબ વધી જશે.
આ હેમર મિસાઇલ 60 થી 70 કિમી સુધી લક્ષ્ય પર પ્રહાર કરવા સક્ષમ છે. આ હેમર મિસાઇલોની ભારતને ખૂબજ જરુરીયાત હોવાનું જણાવીને ફ્રાંસ ગ્રાહક સ્ટોકમાંથી આ મિસાઇલો આપવા તૈયાર થયું છે. હેમર એક મધ્યમ શ્રેણીની એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ છે.ફ્રાંસે આ મિસાઇલનું પોતાની વાયુ અને નેવી સેના માટે ખાસ નિર્માણ કર્યુ હતું. એવું માનવામાં આવે છે કે આ હેમર મિસાઇલની વર્તમાન સમયમાં ચીન સાથેની પૂર્વી લડાખ સરહદે આવશ્યકતા ઉભી થઇ છે. આ વિસ્તાર પહાડી હોવાથી તેમાં દુશ્મનોના બંકર પર પ્રહાર કરીને નષ્ટ કરવામાં ખૂબજ ઉપયોગી છે. ત્રણ મિટર લાંબી અને 330 કિલો વજન ધરાવતી હેમર ઓછી ઉંચાઇવાળા સ્થળે 15 કિલોમીટર સુદી સટિક નિશાન તાકે છે.
જીપીએસ અને ઇન્ફ્રારેજ ટેકનિકથી લેસ એવી આ મિસાઇલ કોઇ પણ પ્રકારના હવામાન કે ઋતુમાં કાર્યરત રહે છે. હેમર મિસાઇલમાં વર્ટિકલ સ્ટ્રાઇક ક્ષમતા છે આથી એક રફાલમાં 6 મિસાઇલ ઇન્સ્ટોલ કરીને છોડી શકાય છે.