Get The App

બાર્બી ડોલ: જાણો તેના ઉદ્ભવથી લઈને 6 દાયકાની સફર વિશે

Updated: May 27th, 2023

GS TEAM

Google News
Google News
બાર્બી ડોલ: જાણો તેના ઉદ્ભવથી લઈને 6 દાયકાની સફર વિશે 1 - image

                                                              Image Source: Twitter

નવી દિલ્હી, તા. 27 મે 2023 શનિવાર

બાર્બી ડોલને દરેક લોકો જાણે છે. આજે પણ તેનું નામ સાંભળતા જ કેટલાક લોકોના બાળપણની યાદો તાજી થઈ જાય છે. બાળપણમાં લગભગ દરેક બાળકોની આ ખાસ ઢીંગલી સાથે રમવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને છોકરીઓનું તો આ સૌથી મનગમતુ રમકડુ હોય છે પરંતુ ખૂબ ઓછા લોકો આ ડોલની કહાની જાણે છે. વિશ્વના બાળકોના બાળપણને ખાસ બનાવનારી બાર્બી ડોલ હવે વૃદ્ધ થઈ ચૂકી છે. બાર્બી ડોલ દુનિયાભરના બાળકો વચ્ચે એક જાણીતુ નામ છે. તેની લોકપ્રિયતાનો અંદાજો તમે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ પરથી લગાવી શકો છો. 

6 દાયકા જૂની છે બાર્બી ડોલ

બાર્બી ડોલની ઉંમર 60 વર્ષથી પણ વધુ થઈ ચૂકી છે. આ ડોલને 9 માર્ચ 1959એ પહેલી વખત માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. આ 6 દાયકાની વચ્ચે આજે પણ બાળકોમાં બાર્બી ગર્લનો ક્રેઝ એક જેવો છે. સમય સાથે જેમ-જેમ બાર્બી ડોલની લોકપ્રિયતા વધી તો કંપનીએ આના ઘણા રૂપોને માર્કેટમાં ઉતાર્યા જેમને પણ બાળકોએ ખૂબ પસંદ કરી. 

આ રીતે આવ્યો આઈડિયા

બાર્બી ડોલ બનાવવાનો આઈડિયા મેટલ કંપનીના માલિક અને અમેરિકાના જાણીતા બિઝનેસમેન રુથ હેન્ડલરને આવ્યો હતો. તેમને પોતાની પુત્રી અને તેના મિત્રો પાસેથી આની પ્રેરણા મળી હતી. તેમણે પોતાની પુત્રી અને તેના મિત્રોને કાર્ડ બોર્ડની બનેલી ડોલ્સ સાથે રમતા જોઈ તો તે તેની સાથે ખૂબ ખુશ હતી, આ બધુ જોઈને જ તેમણે બાર્બી ડોલ બનાવવાનું નક્કી કર્યુ હતુ.

ઘણા પ્રયોગો બાદ બાર્બી તૈયાર થઈ

9 માર્ચ 1959એ પહેલી વખત માર્કેટમાં બાર્બી ડોલને લોન્ચ કરવામાં આવી. અગાઉ રુથે જાપાનમાંથી કેટલાક રમકડાની પ્રોડક્ટ્સ ખરીદીને તેની સાથે અલગ-અલગ પ્રયોગ કર્યો અને છેલ્લે બાર્બી ગર્લનું રૂપ તૈયાર થયુ. નવાઈની વાત એ હતી કે લોન્ચ થયાના પહેલા વર્ષમાં લગભગ 3 લાખ બાર્બી ડોલ્સનું વેચાણ થયુ.

જુદા-જુદા હેર કલરમાં પણ જોવા મળી

બાર્બી ડોલને લોન્ચ થયે 6 દાયકાથી પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. દરમિયાન આ પોતાના અલગ અંદાજ માટે વિશ્વમાં ખૂબ ફેમસ થઈ. 6 દાયકાની આ સફરમાં બાર્બી અલગ-અલગ સ્કિન ટોન ધરાવતા રૂપોમાં જોવા મળી. ક્યારેક આ લાંબા સોનેરી વાળમાં જોવા મળી તો ક્યારેક આનું નાના હેર વાળુ વર્જન પણ લોન્ચ કરવામાં આવ્યુ. જેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યુ.