Get The App

ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદના સાળાની હત્યા: અજ્ઞાત લોકોએ ઘરની બહાર ગોળી મારી

Updated: Feb 17th, 2025

GS TEAM

Google News
Google News
Lashkar e Taiba Maulana Kashif Ali


Laskhar E Taiba Pakistan: પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાબી જિલ્લામાં એક અજાણ્યા મોટરસાઇકલ સવાર બંદૂકધારીએ એક આતંકીને ગોળી મારી દીધી હતી. આ આતંકીનું નામ મૌલાના કાશિફ અલી છે. તે કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો હતો.

કાશિફ અલી પાકિસ્તાની યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો

આતંકી કાશિફ અલી યુવાનોનું બ્રેઈનવોશ કરતો હતો અને તેમને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરતો હતો. કાશિફ અલી ઘણી મસ્જિદો અને મદરેસાના ઇન્ચાર્જ પણ હતા. તે આતંકવાદના પાઠ ભણાવતો હતો અને પોતાના હેતુ માટે પાકિસ્તાની યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો અને તેમને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરતો હતો. આ ઉપરાંત તે આતંકવાદ તાલીમ કેન્દ્રોમાં જેહાદી પ્રવચનો પણ આપતો હતો. કાશિફ અલી આતંકવાદી સંગઠન લશ્કરના ફ્રન્ટ પોલિટિકલ સંગઠન પીએમએમએલ સાથે પણ સંકળાયેલો હતો.

આ પણ વાંચો: દરેક વસ્તુની કોઈ લિમિટ હોય...' વર્શિપ એક્ટ કેસમાં વધતી જતી PIL પર સુપ્રીમકોર્ટ ભડકી


આતંકવાદીની હત્યા પાકિસ્તાનમાં હડકંપ

આતંકવાદી કાશિફ અલીની હત્યા બાદ, આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ઘણાં સંગઠનોએ પાકિસ્તાન સરકારની આકરી ટીકા કરી હતી. આ સાથે તેમણે કાશિફ અલીના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગ કરી. એટલું જ નહીં, આ વખતે તેમણે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સરકારને અપીલ કરી કે કાશિફ અલીના હત્યારાઓને વહેલી તકે ધરપકડ કરવામાં આવે.

ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદના સાળાની હત્યા: અજ્ઞાત લોકોએ ઘરની બહાર ગોળી મારી 2 - image

Tags :