કુવૈતમાં ભારતથી ત્રણ ગણી મજૂરી, નાના કામમાં પણ મોટા પૈસા, જાણો અહીં સામાન્ય નોકરીમાં શું પગાર મળે છે?
Jobs & Salary in Kuwait : દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં છ માળની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટનામાં 40 ભારતીયોના મૃત્યુ થયા છે. આ બિલ્ડીંગમાં શ્રમિકો રહેતા હતા. દર વર્ષે ભારતથી હજારો લોકો કુવૈત સહિત ખાડી દેશોમાં કામ કરવા જાય છે. તેનું મુખ્ય કારણ ત્યાં ભારત કરતા વધારે મહેનતાણું મળી રહે છે. કુવૈતમાં ભારતીય શ્રમિકો માટે વિવિધ શ્રેણીમાં લઘુતમ મહેનતાણું છેલ્લે જાન્યુઆરી 2016માં સુધારવામાં આવ્યું હતું. હકીકતમાં સાઉદી અરેબિયા, કતાર, દુબઈ, કુવૈત, અને કતાર જેવા દેશોમાં ભારતીય પ્રોફેશનલો અને લેબરની ઘણી માંગ છે.
કુવૈતમાં શ્રમિકોને કેટલું મહેનતાણું મળે છે?
કુવૈતમાં અનસ્કીલ્ડ લેબર, હેલ્પર, ક્લીનરને દર મહીને 100 કુવૈતી દીનાર (ભારતીય ચલણ મુજબ રૂ.27,266.38) મળે છે. આ અનસ્કીલ્ડમાં બાંધકામ, કાર ધોવાનું, બગીચામાં કામ કરવા જેવા કામોનો સમાવેશ થાય છે. જયારે ગેસ કટર, લેથ કામ કરતા શ્રમિકોને 140થી 170 કુવૈતી દીનાર મળી રહે છે.
ભારતમાં ઓછુ મહેનતાણું મળે છે
ભારતમાં દરેક રાજ્યોમાં અનસ્કીલ્ડ લેબર માટેનું લઘુતમ મહેનતાણું અલગ-અલગ છે. આંધ્ર પ્રદેશમાંમાં 13,000, બિહાર 10,660, આંદામાનમાં 16,328, અરુણાચલ 6600, આસામ 9800 જેટલું મહેનતાણું મળે છે. એટલે કે કુવૈતમાં વેતન ભારત કરતા બેથી ત્રણ ગણું વધુ મળે છે.
ભારતીયોનો આશરે 87 હજારથી 3.43 લાખ પગાર
કુવૈતી દીનારની ભારતીય રૂપિયામાં મુલ્ય 272 રૂપિયા થાય છે. કુવૈતમાં ભારતીયનો દર મહિને લઘુત્તમ મહેનતાણું આશરે 320 કુવૈતી દિનાર (અંદાજે 87,193.60 રૂપિયા) મળે છે. અને સ્કીલ્ડ લેબર માટેનો સરેરાશ મહેનતાણું દર મહિને આશરે 1,260 કુવૈતી દિનાર (અંદાજે 3,43,324.80 રૂપિયા) છે. એટલે કે જો તમે દર મહિને 100 કુવૈતી દિનાર કમાઓ તો રૂપિયામાં આ રકમ 27200 રૂપિયા થાય છે.