Get The App

તુર્કીમાં ૪૦ વર્ષથી કુર્દિસ્તાનની માંગણી કરતા વિદ્રોહી સંગઠન પીકેકેએ કેમ શરણાગતી સ્વીકારી ?

પીકેકેએ ૧૯૮૪માં તુર્કીની વિરુધ પોતાનો પ્રથમ વિદ્રોહ શરુ કર્યો હતો

તુર્કી સરકાર અને પીકેકે સમૂહની લડાઇમાં ૪૦ હજારના મોત થયા હતા

Updated: May 12th, 2025

GS TEAM

Google News
Google News
તુર્કીમાં ૪૦ વર્ષથી કુર્દિસ્તાનની માંગણી કરતા  વિદ્રોહી સંગઠન પીકેકેએ કેમ  શરણાગતી સ્વીકારી ? 1 - image

અંકારા,૧૨ મે,૨૦૨૫,સોમવાર 

તુર્કીમાં છેલ્લા ૪૦ વર્ષથી વિદ્રોહ કરી રહેલા કુર્દિસ્તાન વર્કસ પાર્ટી નામના સંગઠને શરણાગતિ સ્વીકારતા મોટી કામયાબી મળી છે. કુર્દ લોકોની આઝાદી માટે લડતા અને પીકેકે તરીકે ઓળખતો આ સમૂહ કુર્દો માટે અલગ સ્વાયત્ત ક્ષેત્રની માંગણી કરી રહયો હતો. પીકેકેએ શસ્ત્રો છોડીને સરંડર કર્યુ હોવાનો દાવો પોતાના નેતા અબ્દુલ્લા ઓકલાનના આહ્વવાન પર કર્યુ હોવાનું જાણવા મળે છે. ફિરાત ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઓકલાન પર દેશદ્વોહ અને અલગાવવાદ ફેલાવવાનો આરોપ હતો અને તે હાલ જેલમાં બંધ છે.

ફેબુ્આરીમાં પીકેકેએ શસ્ત્રવિરામ કરવાનો પ્રસ્તાવ મુકયો હતો. તુર્કીની કુલ વસ્તીના ૨૦ ટકા લોકો કુર્દ છે. પીકેક કુર્દિશ લોકો માટે એક સ્વતંત્ર દેશની માંગણી કરતું રહયું છે જેનો કેટલોક હિસ્સો સીરિયા અને ઇરાકમાં પણ છે.તુર્કીના આ અલગાવવાદી સંગઠનનો વ્યાપ માત્ર તુર્કી જ નહી ઇરાક અને સિરિયામાં પણ જોવા મળતો હતો.  તુર્કી સરકાર અને પીકેક સમૂહની લડાઇમાં ૪૦ હજારથી વધુ લોકોના મોત થયા હતા જેમાં મોટા ભાગના પીકેકના લડવૈયા હતા. પીકેક પર તુર્કી સહિત યુરોપિયન યુનિયન, બ્રિટન અને અમેરિકાએ આતંકવાદી સમૂહ પર પ્રતિબંધ મુકયો હતો.

તુર્કીમાં ૪૦ વર્ષથી કુર્દિસ્તાનની માંગણી કરતા  વિદ્રોહી સંગઠન પીકેકેએ કેમ  શરણાગતી સ્વીકારી ? 2 - image

પીકેકેનું હવે માનવું છે કે પોતાનું ઐતિહાસિક મિશન પુરુ થઇ ગયું છે અને સશસ્ત્ર સંઘર્ષના સ્થાને કુર્દ મુદ્વાને લોકતાંત્રિક રાજનીતિથી નિવારવા પ્રયાસ કરશે. ઓકાલાન અને તેના સમર્થકો દ્વારા શસ્ત્રવિરામ કરતા લડવૈયાઓને પેરોલ પર છોડવામાં આવે તેવી શકયતા છે.છેલ્લા કેટલાક વર્ષોથી પીકેકે માટે તુર્કી સેનાએ કડક વલણ અપનાવ્યું હતું.

એવું  પણ માનવામાં આવે છે કે વર્ષ ૨૦૨૮માં થનારી રાષ્ટ્રપતિ ચુંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ એર્દોગાને ભાગ લેવો હોયતો કુર્દ સમર્થક રાજકિય દળોનું સમર્થન જરુરી બનશે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર તૈયપ એર્દોગાની એકે પાર્ટીના પ્રવકતાએ પીકેકેએ ભંગ કરવાનો નિર્ણય આતંકવાદ મુકત તુર્કીની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. 

પીકેકની સ્થાપના ૧૮૭૮માં અબ્દુલ્લા ઓકલાન કરી હતી 

ઉગ્રવાદી સંગઠન પીકેકની સ્થાપના ૧૮૭૮માં અબ્દુલ્લા ઓકલાને દક્ષિણ પૂર્વી તુર્કીમાં કરી હતી. આ સમૂહની વિચારધારા માર્કસવાદી અને લેનિનવાદી વિચારો પર આધારિત છે. પીકેકેએ ૧૯૮૪માં તુર્કીની વિરુધ પોતાનો પ્રથમ વિદ્રોહ શરુ કર્યો હતો જેનો ઉદ્દેશ એક સ્વતંત્ર કુર્દિસ્તાન બનાવવાનું હતું. ત્યાર પછી દક્ષિણ-પૂર્વ તુર્કીમાં કુર્દોએ સ્વાયત ક્ષેત્રની માંગ શરુ કરી હતી. 

૯૦ના દાયકામાં આ સંગઠન સીરિયામાં ફેલાયું હતું, તુર્કી સરકારનું દબાણ વધતા ઓકલાને સીરિયામાં ભાગવું પડયું હતું. કેટલાક સમય પછી તુર્કીની સ્પેશિયલ ફોર્સેજે ઓકલાનને કેન્યામાંથી પકડયો હતો. ૧૯૯૯માં તુર્કીની એક અદાલતે ઓલકાનને મુત્યુદંડની સજા ફરમાવાની હતી ત્યાર પછી ઓકટોબર ૨૦૨૨માં ઓકલાનની સજા ઉમ્રકેદમાં ફેરવી નાખી હતી. ૨૦૧૫ સુધી તુર્કીંમાં કુર્દ સંગઠન દ્વારા હિંસા શરુ થઇ હતી જે ધીમે ધીમે નબળી પડતી ગઇ હતી.