નેપાળમાં બે દિવસ થયેલી હિંસા દાયકાઓ સુધી નહીં ભૂલાય, આંદોલન મુદ્દે ઓલીની પાર્ટીની પ્રથમ પ્રતિક્રિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Gen-Z Protest: નેપાળમાં હિંસા અને રાજકીય ઉથલપાથલ બાદ પહેલીવાર કેપી શર્મા ઓલીની પાર્ટી નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટી (યુએમએલ)ની પ્રતિક્રિયા સામે આવી છે. સોમવારથી શરૂ થયેલા Gen-Z આંદોલન બાદ મંગળવારે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું હતું. યુએમએલએ વિનાશક વિરોધ પ્રદર્શનો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, Gen-Z આંદોલને સોમવાર અને મંગળવારે દેશને હચમચાવી દીધો હતો.
પાર્ટીના કેન્દ્રીય સચિવાલય વતી મહાસચિવ શંકર પોખરેલે ગુરુવારે એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે 'હિંસા માટે જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.'
પોખરેલે કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર અને સુશાસનની માંગને લઈને શરૂ થયેલું આંદોલન ઐતિહાસિક હતું. પાર્ટીએ જણાવ્યું હતું કે હિંસામાં જાહેર અને ખાનગી સંપત્તિને ભારે નુકસાન થયું છે, જે નિંદનીય છે. પાર્ટીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
ઓલીની પાર્ટીએ હિંસાને દુ:ખદ ગણાવી
પાર્ટીએ મંગળવારે દેશભરમાં બનેલી આગચંપી, લૂંટફાટ અને હિંસાની ઘટનાઓને દુ:ખદ ગણાવી હતી. આ હિંસામાં નેપાળની સંસદ, રાષ્ટ્રપતિ કાર્યાલય, સિંઘા દરબાર, સુપ્રીમ કોર્ટ, બંધારણીય એજન્સીઓ, એરપોર્ટ, પોલીસ સ્ટેશન, ખાનગી મિલકત અને દુર્લભ રેકોર્ડ સહિત સરકારી ઇમારતોને નષ્ટ કરી દીધી. પાર્ટીએ કહ્યું કે બે દિવસની હિંસામાં નેપાળમાં એટલો ભારે વિનાશ થયો છે કે દેશને તેમાંથી બહાર આવતા દાયકાઓ લાગી જશે. નિવેદનમાં ઓલીની પાર્ટીએ વિનાશ કરનારાઓની ઓળખ કરવાની માંગ કરી હતી. પાર્ટીએ કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા લોકો આવું કરી ન કરી શકે.
ઓલીની પાર્ટીએ પોલીસ અને નેપાળી સેના પર ઉઠાવ્યા સવાલ
પાર્ટીએ અશાંતિ દરમિયાન નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળી સેના સહિત સુરક્ષા એજન્સીઓ સવાલ ઉઠાવ્યા હતા. મંગળવારે વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ યુએમએલએ રાજકીય કટોકટીના બંધારણીય અને લોકશાહી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પાર્ટીએ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લેવા, ભાઈ-ભત્રીજાવાદને ખતમ કરવા, સુશાસન સ્થાપિત કરવા અને યુવાનોના રોજગારની ચિંતા દૂર કરવા માટે સાર્થક વાતચીત શરૂ કરવા વિનંતી કરી.
નિવેદનના અંતમાં પાર્ટીના કાર્યકર્તાઓને એકજૂટ રહેવા, મનોબળ જાળવી રાખવા, નાશ પામેલી ઓફિસો અને જાહેર સ્થળોની સફાઈમાં મદદ કરવા, સામાજિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા અને અસરગ્રસ્ત નાગરિકોને મદદ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.









