World

કે.પી. ઓલીને 15 વર્ષની સજા થઈ શકે તેમ છે બાલેને સત્તા સંભાળતાં જ હાથ ધરેલા કઠોર પગલા

By GS TEAM
28 Mar 20262 mins read
કે.પી. ઓલીને 15 વર્ષની સજા થઈ શકે તેમ છે બાલેને સત્તા સંભાળતાં જ હાથ ધરેલા કઠોર પગલા

- જેન ઝેડનાં આંદોલન સમયે 77ના મોત થયા હતા

- જેન-ઝેડ આંદોલન સમયે બેદરકારી દર્શાવવા માટે કે.પી. શર્મા ઓલી તથા તે સમયના ગૃહમંત્રી રમેશ લેખક પૂર્વ ડીજીપી ઉપર પણ કાનૂની પગલાં

નવી દિલ્હી, કાઠમંડુ : નેપાળમાં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી ૨૪ કલાકમાં જ બાલેન શાહે એક પછી એક કઠોર પગલાં ભરવા શરૂ કરી દીધા છે. તેઓએ પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક તથા પૂર્વ ડીજીપી ઉપર જનરેશન-ઝેડનાં આંદોલન દરમિયાન બેદરકારી દર્શાવવા બદલ અને પછીથી અતિ કઠોર પગલાં લેવા માટે દરેકને તકસીરવાન કહેવા સાથે ધરપકડ પણ કરી છે.

સહજ છે કે કે.પી. શર્મા ઓલીએ આ પગલાને રાજકીય વૈર-વૃત્તિ ભર્યું કહ્યું છે.

બાલેન શાહે જનરેશન ઝેડના આંદોલન સમયે અગ્રીમ ભાગ લીધો હતો, તે આંદોલનમાં બેદરકારી દર્શાવાનો અને પછીથી અત્યંત કડક પગલાં લેવાનો ઓલી અને અન્યો ઉપર આક્ષેપ છે.

ગત વર્ષે થયેલાં આ આંદોલન અને તેથી ભડકેલી હિંસાના કારણો શોધવા એક વિશેષ ગૌરી બહાદુર કાર્કીનાં નેતૃત્વ નીચે એક કંપીશન રચવામાં આવ્યું હતું. તેણે ગત વર્ષની ૮મી સપ્ટેમ્બરે થયેલાં રમખાણો અને તે દરમિયાન થયેલા ૭૭થી વધુ મૃત્યુ માટે તે ત્રણેને જવાબદાર ઠરાવતાં તેમની (કે.પી. શર્મા ઓલીની) ધરપકડ પણ કરવામાં આવી હતી.

સહજ રીતે 'રાજકીય વૈર વૃત્તિ' કહી હતી. જ્યારે નેપાળની કોમ્યુનિષ્ટ પાર્ટી (વેનિનીસ્ટ માર્કનિસ્ટ) એ આ પગલાંને વખોડી કાઢતાં કહ્યું હતું કે તેઓની ધરપકડ કરવા માટે કોઈ નક્કર સાબીતિ જ નથી.

ઉલ્લેખનીય છે કે ઓલી અને રમેશચંદ્ર લેખક આ પાર્ટીના નેતાઓ છે. આ પાર્ટી ખુલ્લેઆમ ચીન તરફી છે. તે પણ સર્વવિદિત છે. ઓલી શાસન દરમિયાન નેપાળમાં ચીન તરફી આ પાર્ટીનું વર્ચસ્વ છવાયેલું હતું.