International Plastic Bag Free Day 2023: જાણો શા માટે 'આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ' મનાવવામાં આવે છે
Image Source: Freepik
અમદાવાદ, તા. 03 જુલાઈ 2023 સોમવાર
પર્યાવરણ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના હાનિકારક પ્રભાવો વિશે જાગૃતતા વધારવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દુનિયામાં વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને કાર્યવાહી કરવા અને પ્લાસ્ટિક બેગ પર પોતાની નિર્ભરતા ઓછી કરવા માટે એક રિમાઈન્ડર તરીકે કામ કરે છે. પ્લાસ્ટિકની થેલીઓ પ્રદૂષણ ફેલાવે છે, વન્ય જીવનને નુકસાન પહોંચાડે છે અને ડિકમ્પોઝ થવામાં સેંકડો વર્ષો લે છે, જેના કારણે ઈકો સિસ્ટમને મોટુ નુકસાન પહોંચે છે.
આ દિવસે પ્લાસ્ટિક બેગના વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે વિભિન્ન પહેલ અને અભિયાન આયોજિત કરવામાં આવે છે. જેમ કે ટકાઉ સામગ્રીથી બનેલા રિયુઝેબલ બેગ. આ વ્યક્તિઓ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ ત્યાગવા અને ખરીદી કે સામાન લઈ જતી વખતે પર્યાવરણ-અનુકૂળ વિકલ્પોને પસંદ કરવાની એક તક છે કેમ કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ પ્લાસ્ટિક કચરાને ઓછુ કરવા, પર્યાવરણની રક્ષા કરવા અને આપણા માટે વધુ ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે.
જાણો તારીખ અને ઈતિહાસ
દર વર્ષે 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવામાં આવે છે. આ પહેલ બેગ ફ્રી વર્લ્ડ અભિયાન દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે એક વૈશ્વિક આંદોલન છે જેનું લક્ષ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના ઉપયોગને ઘટાડે છે. આ અભિયાન 2008માં પ્લાસ્ટિક બેગના પર્યાવરણીય પ્રભાવ વિશે ચિંતિત સંગઠનો અને વ્યક્તિઓના એક જૂથ દ્વારા શરૂ કરવામાં આવ્યુ હતુ.
શું છે તેનું મહત્વ
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવાનો હેતુ સામૂહિક ચેતના પેદા કરવા અને વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને પ્લાસ્ટિક બેગ પર પોતાની નિર્ભરતાને ઓછી કરવા, ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવા અને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણની દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ પર્યાવરણ, વન્ય જીવન અને માનવ સ્વાસ્થ્ય પર પ્લાસ્ટિકની થેલીઓના હાનિકારક પ્રભાવોની યાદ અપાવે છે. આ પ્લાસ્ટિક કચરાને ઘટાડવા, ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવા અને પ્લાસ્ટિક બેગના ઉપયોગ સંબંધિત વ્યવહાર પરિવર્તનને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત વિશે જાગૃતતા વધારે છે.
કેવી રીતે મનાવાય છે
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસના અવસરે આખી દુનિયામાં ઘણા આયોજન થાય છે. આ સંગઠન, પર્યાવરણ સમૂહ અને વ્યક્તિ લોકોને પ્લાસ્ટિક બેગના પ્રભાવો વિશે શિક્ષિત કરવા અને રિયુઝેબલ બેગ જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમ, કાર્યશાળાઓ અને જાગૃતતા અભિયાન આયોજિત કરે છે.
સમુદાય, શહેર અને સમગ્ર દેશ આ દિવસે પ્લાસ્ટિક બેગ પ્રતિબંધ કે નિયમોમાં ભાગ લઈ શકે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના ઉપયોગને સીમિત કરવા માટે ઘણી નીતિઓ લાવવામાં આવી શકે છે. સ્વયંસેવી સમૂહ અને પર્યાવરણ સંગઠન ઘણી વખત સમુદ્ર કિનારા, પાર્ક અને અન્ય પ્રાકૃતિક વિસ્તારોથી પ્લાસ્ટિકની થેલીઓને એકત્ર કરવા અને હટાવવા માટે સફાઈ અભિયાન ચલાવે છે, જ્યારે વ્યવસાય અને છુટક વેપારી ખરીદી વખતે પોતાની સાથે રિયુઝેબલ બેગ લાવતા ગ્રાહકોને છુટ અને પ્રોત્સાહન રજૂ કરે છે, જેનાથી ટકાઉ વિકલ્પોના ઉપયોગને પ્રોત્સાહિત કરી શકાય.
સ્કુલ, યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થા આ દિવસનો ઉપયોગ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક બેગના પર્યાવરણીય પ્રભાવો અને પ્લાસ્ટિક કચરાને ઘટાડવાના મહત્વ વિશે શિક્ષિત કરવાની તક તરીકે કરે છે.