જાણો, ફ્રાંસે ૧૮ થી ૨૫ વર્ષના યુવાઓને મફત કોન્ડમ આપવાનો નિર્ણય કેમ લીધો ?
અનૈચ્છિક ગર્ભધારણ અને યૌન સંબંધી ચેપી રોગોમાં વધારો થયો
દરેક મેડિકલ સ્ટોર પર ફ્રી કોન્ડોમ આપવાની એક વ્યાપક યોજના
પેરિસ,૯ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર
ફ્રાંસ સરકારે ૧૮ થી ૨૫ વર્ષના યુવાઓને મફત કોન્ડોમ આપવાનો નિર્ણય કર્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોને આ અંગેની જાહેરાત કરતા ચર્ચા જાગી છે.રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર વધતા જતા અનૈચ્છિક ગર્ભધારણ અને યૌન સંબંધી રોગોેના પ્રસાર થતો અટકાવવા આ પગલુ ભરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ફ્રાંસના આરોગ્ય અધિકારીઓના સર્વે અનુસાર ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન યૌન સંબંધી ચેપી રોગોમાં ૩૦ ટકા જેટલો વધારો થયો હતો.
આથી આ ફ્રાંસ સરકારે આ નિર્ણય લેવો જરુરી બન્યો હતો. ફ્રાંસ સરકાર આવતા વર્ષે દરેક મેડિકલ સ્ટોર પર ફ્રી કોન્ડોમ આપવાની એક વ્યાપક યોજના બનાવી રહી છે. ખાસ કરીને સરકાર મહિલાઓના સ્વાસ્થ્યને લઇને ખૂબ ચિંતિત છે. ગર્ભ ધારણને નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ ફોન્ટેન લે કોમ્પ્ટે નામના શહેરમાં યુવાઓ સાથેના એક સેમિનારમાં ગર્ભ નિરોધક માટે આ પગલાને નાની ક્રાંતિ સાથે સરખાવ્યું હતું. એટલું જ નહી ફ્રાંસમાં સેકસ એજયુકેશન પર વધુ ભાર મુકવા અંગે ગંભીરતાથી વાત કરી હતી.