જાણો, ઇઝરાયેલે ગ્રેટા થનબર્ગને કેમ અરેસ્ટ કરી? પોતાના દેશ પાછા જતા રહેવા કરી વિનંતી
ઇઝરાયેલે આ પ્રવાસને લોકોનો સંપર્ક કરવાનો પેંતરો ગણાવ્યો
ઇઝરાયલે કહયું પાછા જતા રહો, રાહત સામગ્રી પહોંચાડી દઇશું
તેલઅવીવ,૯ જૂન,૨૦૨૫,સોમવાર
ઇઝરાયેલની સેનાએ ગાજાના યુધ્ધ પીડિતો માટે રાહત સામગ્રી સહિતની માનવીય મદદ લઇને જઇ રહેલા જહાજમાંથી વિશ્વની જાણીતા કલાયમેટ ચેંજ કાર્યકર્તા અને પર્યાવરણવાદી ગ્રેટા થર્નબર્ગની ધરપકડ કરી હતી. ' ફલોટિલા કોલિશન' નામના સંગઠને ગાજાપટ્ટીમાં માનવીય સહાયતા પહોંચાડવા માટે જહાજ મોકલ્યું હતું જેમાં ગ્રેટા થનર્બગનો સમાવેશ થતો હતો.
ફ્રીડમ ફલોટિલા કોલિશનના સામાજિક કાર્યકર્તાઓએ ગ્રેટા સહિતના લોકોની ઇઝરાયેલી સેનાએ અપહરણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો.જહાજમાં સફર કરી રહેલા બિન હથિયારધારી અને અસૈનિક હતા છતાં તેમની જીવન રક્ષક રાહત સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે આ પ્રવાસને લોકોનો સંપર્ક કરવાનું પેંતરો ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા 'એકસ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સેલિબ્રેટી લોકોને 'સેલ્ફી જહાજ' સુરક્ષિત રીતે ઇઝરાયેલના તટ પર પહોંચી રહયું છે. મંત્રાલયે પ્રવાસીઓને પોતાના દેશ પાછા જતા રહેવા વિનંતી કરી હતી.
તેઓ જે પણ રાહત સામગ્રી લાવ્યા છે તે લાગુ ચેનલના માધ્યમથી ગાજા પહોંચાડી દેવામાં આવશે.ત્યાર પછી ઇઝરાયેલી મંત્રાલય દ્વારા એક વીડિયો પોસ્ટ સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવી જેમાં સૈન્ય કર્મીઓ નારંગી રંગની લાઇફ જેકેટ પહેરીને સામાજિક કાર્યકર્તા સેન્ડવીચ અને પાણી આપતા નજરે પડતા હતા.
ગેટા થનબર્ગે એક રેકોર્ડિગ સંદેશમાં કહયું હતું કે હું મારા બધાજ મિત્રો,પરિવાર અને સાથીદારોને આગ્રહ કરુ છું કે 'સ્વીડનની સરકાર મને અને અન્ય લોકોને ઝડપથી છોડી મુકે તેના માટે દબાણ કર'છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેડલીન જહાજમાં ગાજા મદદ લઇને ગાજા આવી રહેલા પ્રવાસીઓમાં ગ્રેટા થનબર્ગ ઉપરાંત પેલેસ્ટાઇની મૂળની રીમા હસનનો પણ સમાવેશ થતો હતો જે યુરોપિય સંસદની ફ્રાંસીસી સભ્ય છે.