Get The App

World Chess Day 2023: જાણો વિશ્વ ચેસ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ અને તેનું મહત્વ

Updated: Jul 20th, 2023

GS TEAM

Google News
Google News
World Chess Day 2023: જાણો વિશ્વ ચેસ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ અને તેનું મહત્વ 1 - image


                                                           Image Source: Freepik

પેરિસ, તા. 20 જુલાઈ 2023 ગુરૂવાર

ચેસની રમત ખૂબ જ શાંતિથી રમવામા આવતી પરંતુ મનોરંજક ગેમ છે, જેમાં ખૂબ મગજ દોડાવવુ પડે છે. આ કારણે આને માઈન્ડ ગેમ પણ કહેવામાં આવે છે. ચેસના મહત્વને દર્શાવવા માટે દર વર્ષે 20 જુલાઈનો દિવસ સમગ્ર દુનિયામાં વિશ્વ ચેસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં ચેસની રમત મનોરંજન અને રાજઘરાનાની રમત હતી, હવે આને કોઈ પણ રમી શકે છે અને આને રમવાથી મગજ પણ શાર્પ થાય છે. 

વિશ્વ ચેસ દિવસ 

12 ડિસેમ્બર 2019એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) એ વિશ્વ ચેસ દિવસને મનાવવાની જાહેરાત કરી હતી. 20 જુલાઈનો દિવસ જ ચેસ દિવસ તરીકે એટલા માટે પસંદ કરવામાં આવ્યો કેમ કે 20 જુલાઈના દિવસે 1924માં પેરિસમાં ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. પહેલા ચેસ દિવસ 1851માં લંડનમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેને જર્મનીમાં એડોલ્ફ એન્ડરસને જીત્યો હતો. એવુ માનવામાં આવે છે કે ચેસની રમતને પહેલા ચતુરંગાના નામનથી ઓળખવામાં આવતી હતી. જેનો અર્થ છે ચાર ભાગ. કહેવાય છે કે ચેસ ચાર લોકો દ્વારા રમાતી રમત છે. લગભગ 1500 વર્ષ પહેલા આ રમતની ઉત્તપત્તિ ભારતમાં થઈ હતી. 

ચેસ દિવસનું મહત્વ

ચેસ રમવાથી માનવની માનસિક ક્ષમતાઓનો વિકાસ થાય છે. ચેસની રમત બે ખેલાડીઓ વચ્ચે સર્વસમાવેશકતા અને સહિષ્ણુતા, પરસ્પર આદર અને ન્યાયીપણાને પ્રોત્સાહન આપે છે. આ રમત વૈજ્ઞાનિક વિચાર અને કલાના તત્વોના સંયોજનની સાથે સૌથી પ્રાચીન બૌદ્ધિક અને સાંસ્કૃતિક રમતોમાંની એક છે. 

વિશ્વ ચેસ દિવસનો હેતુ

આ દિવસને મનાવવાનો હેતુ આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘનો પ્રચાર-પ્રસાર કરવો અને લોકોને આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ પ્રત્યે જાગૃત કરવાનો છે.

Tags :