જાણો, સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવું કશું નથી હોતું, આ તો છે પૃથ્વી પરનો સૌથી મોટો ભ્રમ,
ઇન્ટરનેશનલ ડેટ લાઇન પર જ સૂર્યોદય અને સૂર્યોસ્ત થાય છે.
આ માત્ર માણસોએ ગોઠવેલી ટાઇમ કિપિંગ સિસ્ટમ છે
ન્યૂયોર્ક, 24 જાન્યુઆરી,2023,મંગળવાર
પૃથ્વી તેની ધરી આસપાસ ભ્રમણ કરે છે ૨૪ કલાકમાં એક આંટો મારે છે. સૂર્ય તેની ભ્રમણ કક્ષા ૩૬૫ દિવસમાં પુરી કરે છે. સમયની દ્વષ્ટીએ માણસની જીવનશૈલી સોલાર આધારિત છે. સોલારની મુખ્ય બે અવસ્થા એક સૂર્યોદય અને બીજી સ્થિતિ સૂર્યાસ્તની છે. પૃથ્વીના કોઇ પણ ભાગમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની સ્થિતિ ચાલતી જ રહે છે. જો કે એ સત્ય છે પૃથ્વી પર સૂર્યોદય કે સૂર્યાસ્ત જેવી કોઇ ફિઝિકલ સ્થિતિ હોતી નથી.
આ વાતને એસ્ટોફિઝિસિસ્ટ કેમરોન હેમલ્સ ખૂબજ સરળતાથી સમજાવે છે. પૃથ્વી ગોળ છે અને તે સતત ફરતી રહે છે. આ પ્રક્રિયા રોજ રોજ ચાલે છે આથી ખરા અર્થમાં સૂર્યોદય થતો જ નથી. આ માત્ર માણસોએ ગોઠવેલી ટાઇમ કિપિંગ સિસ્ટમ છે. એ મુજબ જૂદા જુદા ટાઇમ ઝોન તૈયાર કર્યા છે. ઇન્ટરનેશનલ ડેટ લાઇન પર જ સૂર્યોદય અને સૂર્યોસ્ત થાય છે.
ઇન્ટરનેશનલ ડેટ લાઇન પ્રશાંત મહાસાગરની વચ્ચેથી નિકળે છે. ૧૮૦ લોન્ગીટયૂડ લાઇન પર સામાન્ય રીતે એક સીધી રેખા કટાલાક સ્થળે થોડીક વળી જાય છે. એની પર આવતા દેશોને બે ટાઇમ ઝોનમાં વહેંચાવું ના પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી થાય તે દરમિયાન કિરિબાતી નામના ટાપુ સમૂહ પર પૂર્વોત્તરમાં એક મિલેનિયમ આઇલેન્ડ આવેલો છે તેને કેરોલિન આઇસેન્ડ પણ કહેવામાં આવે છે.
આ ટાપુ પર કોઇ જ માનવ વસ્તી નથી. પૃથ્વી પર આ ટાપુ સૂર્યના કિરણોનું અભિવાદન કરે છે પરંતુ તે બદલાતું રહે છે. પૃથ્વી તેની ધરી પર ૨૩.૫ ડિગ્રી ઝુકેલી છે. આથી સૂર્યના કિરણો જુદા જુદા ભાગમાં જુદા જુદા સમયે પડે છે. સાઉર્થન સમર સોલ્સટિસ અને ઉત્તરી સમર સોલ્સટિસ એટલે કે ૨૧ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બરના રોજ સૂર્ય ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન પર વધારે ચમકે છે. આથી એન્ટાર્કટિકામાં સૌથી વધુ ભાગમાં ૨૪ કલાક પ્રકાશ રહે છે. કેમરોનનું માનવું છે કે એન્ટાર્કિટકા પાસે આવેલા ન્યૂઝીલેન્ડમાં યંગ આઇલેન્ડ આવેલો છે.
આ આઇલેન્ડ પર ઘણી વાર સૂર્ય સૌથી પ્રથમ વાર પ્રગટ થાય છે. આવું વર્ષમાં કુલ સમયના ૧૦ થી ૧૫ ટકા જેટલું બને છે. બાકીના સમયમાં પૃથ્વીના વાયુમંડળના લીધે પ્રકાશના રિફેેલેકશનના લીધે યંગ આઇલેન્ડ પર હંમેશા સૂર્ય પ્રકાશ રહે છે. સૂર્યાસ્ત જેવી સ્થિતિ સર્જાય એ પછી પણ આ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં એન્ટાર્કટિકામાં કોસ્ટલાઇન પર જોવા મળતા ડિબ્બલ ગ્લેશિયર એવું સ્થળ છે જયાં પૃથ્વી પર સૂર્યના કિરણોનું પ્રથમ આગમન થાય છે.
એ પણ યાદ રાખવા જેવું છે કે ૨૦ જુન થી ૨૨ જૂન દરમિયાન સૂર્ય પ્રકાશ ઉત્તરી ગોળાર્ધ પર સૌથી વધુ જોવા મળે છે. આ સમયે ઇન્ટરનેશનલ ડેટ લાઇન રશિયા અને અલાસ્કાની વચ્ચેથી પસાર થાય છે. આ લાઇન બિગ ડિયોમેડ અને લિટલ ડિયોમેડ આઇલેન્ડ પરથી પસાર થાય છે. બિગ ડિયોમેડ રશિયા અને સ્મોલ ડિયોમેડ અમેરિકામાં સમાવેશ થાય છે. જૂન આસપાસ રશિયાના ડિયોમેડ આઇલેન્ડ પર સૂર્યનું પ્રથમ કિરણ પ્રગટ થતું દેખાય છે.