Get The App

જાણો, ભારતીય મૂળના ૩૪ વર્ષના યુવા વિશે જેને ન્યૂયોર્ક જેવા પ્રતિષ્ઠિત શહેરની મેયર ચુંટણી જીતી

મમદાનીનો જન્મ ૧૯૯૧માં યુગાન્ડાની રાજધાની કંપાલામાં થયો હતો

ટ્મ્પે ચુંટણી પહેલા મમદાનીને મત નહી આપવાની અપીલ કરી હતી.

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
જાણો, ભારતીય મૂળના ૩૪ વર્ષના યુવા વિશે જેને ન્યૂયોર્ક જેવા પ્રતિષ્ઠિત શહેરની મેયર ચુંટણી જીતી 1 - image

ન્યૂયોર્ક,૫ નવેમ્બર,૨૦૨૫,બુધવાર 

ભારતીય મૂળના ૩૪ વર્ષના જોહરાન મમદાની અમેરિકા ન્યૂયોર્ક શહેરના મેયર બનતા છેલ્લા ૧૦૦ વર્ષમાં ઇતિહાસ સર્જાયો છે. મમદાની સૌથી યુવા,પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયાઇ મૂળના મેયર બનશે. મેયર પદ માટે મુખ્ય મુકાબલો જોહરાન મમદાની અને એન્ડ્રયુ કુઓમો વચ્ચે હતો. મમદાનીના હાથે ડેમોક્રેટ પ્રાઇમરીમાં હાર્યા પછી કુઆમો ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર તરીકે ચુંટણી લડતા હતા. રિપબ્લીકન પાર્ટી વચ્ચે ક્રર્ટિસ સ્લિવા ઉમેદવાર હતા. સ્લિવાએ પણ પોતાની હાર સ્વીકારી લીધી છે અને મમદાનીને નવા મેયર બનવાની શુભકામના પાઠવી છે.

સૌથી નવાઇની વાત તો એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પે ચુંટણી પહેલા મમદાનીને મત નહી આપવાની અપીલ કરી હતી. આથી જ તો મમદાનીએ મેયર પદ જીત્યા પછીના પ્રથમ ભાષણમાં ટ્રમ્પને ઉદ્દેશીને જણાવ્યું હતું કે જે લોકો સફળ બનાવી શકે છે એ લોકો તેમને હરાવી પણ શકે છે. મમદાનીએ ફીસ બસ સેવા, યુનિવર્સલ જચાઇલ્ડ કેર અને વધતી જતી મોંઘવારીને કાબુમાં રાખવા જેવા ચુંટણી વાયદાઓ કર્યા હતા.જોહરાન મમદાનીનો જન્મ ૧૯૯૧માં યુગાન્ડાની રાજધાની કંપાલામાં થયો હતો. મમદાનીના પિતાએ એક ક્રાંતિકારી અને ઘાનાના પ્રથમ વડાપ્રધાન કવામે એન્ક્રુમાહના નામ પરથી મિડલ નેમ કવામે આપ્યું હતું.

જાણો, ભારતીય મૂળના ૩૪ વર્ષના યુવા વિશે જેને ન્યૂયોર્ક જેવા પ્રતિષ્ઠિત શહેરની મેયર ચુંટણી જીતી 2 - image

મમદાની મશહૂર ભારતીય અમેરિકી ફિલ્મ નિર્દેશક મીરા નાયર અને કોલંબિયા યુનિવર્સિટીના જાણીતા પ્રોફેસર મહમુદ મમદાનીના પુત્ર છે. જોહેરાને બાળપણના અમૂક વર્ષ યુગાન્ડામાં વિતાવ્યા પછી પાંચ વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકામાં આવી ગયા હતા. ભારતીય મૂળના પિતા મહેમૂદ મમદાનીએ કેપ ટાઉન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.દક્ષિણ આફ્રિકાની આ સૌથી જુની સ્કૂલ સેંટ જર્યોજ ગ્રામરમાં શરુઆતનો અભ્યાસ કર્યો હતો. જોહરાન મમદાની સાત વર્ષની ઉંમરે ન્યૂયોર્ક આવીને બ્રોન્કસ હાઇસ્કૂલ ઓફ સાયન્સમાં એડમિશન લીધું. ૨૦૧૪માં બોડન કોલેજમાં બેચલર ઇન આફ્રિકન સ્ટડીઝમાં ગ્રેજયુએશનની ડિગ્રી મેળવી હતી. કેટલાક વર્ષો પછી ૨૦૧૮માં મમદાની અમેરિકી નાગરિક બન્યા હતા.

રાજનીતિમાં આવતા પહેલા મમદાની કવીંસ ન્યૂયોર્કમાં ફોરકલોઝર કાઉન્સેલર (ઘર કબ્જોના મામલાના સલાહકાર) તરીકે કામ કરતા હતા.મમદાની ઓછી આવક ધરાવતા પરિવારોને મદદ કરતા હતા. ખાસ તો આર્થિક તંગીના લીધે ઘર ગુમાવાનો વારો હોય તેવા પરિવારને સાચવતા હતા. તેઓ માત્ર આર્થિક જ નહી નૈતિક બાબતોમાં પણ સ્પષ્ટ હતા. આ સ્વભાવ અને અનુભવે તેમને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કર્યા હતા.પોતે સામાન્ય લોકોને પરેશાન કરતી સિસ્ટમ અને  નીતિઓ બદલવામાં માનવા લાગ્યા હતા.

જાણો, ભારતીય મૂળના ૩૪ વર્ષના યુવા વિશે જેને ન્યૂયોર્ક જેવા પ્રતિષ્ઠિત શહેરની મેયર ચુંટણી જીતી 3 - image

વર્ષ ૨૦૨૦માં ન્યૂયોર્ક એસેમ્બલીના ૩૬ માં ડિસ્ટ્રિકટ (એસ્ટોરિયા કવીંસ)ના ડેમોક્રેટેક સોશિયલિસ્ટ પાર્ટીની ટિકિટ પર ચુંટણી લડી હતી. જોહરાન મમદાની પ્રથમવાર જીતીને ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં દક્ષિણ એશિયાઇ અને પ્રથમ સોશિયલિસ્ટ પ્રતિનિધિ બન્યા હતા. હવે ડેમોક્રેટ મમદાની ન્યૂયોર્કના મેયર પ્રાઇમરી માં પૂર્વ ગર્વનરને પાછળ રાખીને સૌને ચકિત કરી દીધા છે.રાજયના ૬૭ વર્ષિય પૂર્વ ગર્વનર કુઆમો .યૌન ઉત્પીડનથી જોડાયેલા એક કેસમાં ૨૦૨૧માં રાજીનામું આપવાની ફરજ પડી હતી હવે તેઓ રાજકિય કારર્કિદીમાં પાછા ફરવા પ્રયાસ કરી રહયા હતા.