Get The App

અમેરિકાના મિશિગનમાં મોટી ઘટના : વૉલમાર્ટમાં 11 લોકો પર ચપ્પા વડે હુમલો, આરોપીની ધરપકડ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાના મિશિગનમાં મોટી ઘટના : વૉલમાર્ટમાં 11 લોકો પર ચપ્પા વડે હુમલો, આરોપીની ધરપકડ 1 - image


USA Wallmart news : અમેરિકાથી ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ટ્રેવર્સ સિટી નજીક આવેલા એક વૉલમાર્ટમાં હુમલાખોરે ચપ્પા વડે હુમલો કરીને લગભગ 11 જેટલાં લોકોને નિશાન બનાવતા હડકંપ મચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામની હાલ ટ્રેવર્સ સિટીમાં આવેલી મુનસુન મેડિકલ સેન્ટર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 



લોકોને પોલીસ દ્વારા વૉલમાર્ટથી દૂર રહેવા અપીલ 

આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી. હજુ આ મામલે વધારે વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ પોલીસ વતી સ્થાનિકોને ઘટનાસ્થળની દૂર રહેવા અપીલ કરવામાં આવી છે કેમ કે સ્થિતિ હજુ નાજુક છે.  મિશિગન સ્ટેટ પોલીસે પણ ઘટનાની પુષ્ટી કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તપાસ ચાલુ હોવાની જાણકારી આપી હતી. 

Tags :