Get The App

ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું 97 વર્ષની વયે નિધન, કિમ જોંગ ઉને આપી શ્રદ્ધાંજલિ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું 97 વર્ષની વયે નિધન, કિમ જોંગ ઉને આપી શ્રદ્ધાંજલિ 1 - image


Kim Yong Nam Died : ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું 97 વર્ષની વયે નિધન થયું છે. સરકારી મીડિયા અનુસાર, તેમનું મૃત્યુ સોમવારે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું.



ભૂમિકા અને કાર્યકાળ

તેમણે 1998 થી એપ્રિલ 2019 સુધી લગભગ બે દાયકા સુધી દેશના ઔપચારિક પ્રમુખ તરીકે સેવા આપી હતી. જોકે, વાસ્તવિક સત્તા હંમેશા શાસક કિમ પરિવાર પાસે જ રહી છે. તેઓ શાસક કિમ રાજવંશના સંબંધી ન હતા.

કોણ હતા કિમ યોંગ નામ? 

કિમ યોંગ નામ શાસક પરિવાર પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને સરકારી કાર્યક્રમોમાં તેમના બુલંદ અવાજમાં ભાષણો માટે જાણીતા હતા. 2018માં, તેમણે કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ સાથે દક્ષિણ કોરિયામાં પ્યોંગચાંગ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. ઉત્તર કોરિયાના વર્તમાન નેતા કિમ જોંગ ઉને તેમના પાર્થિવ શરીર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે યોજાશે.

Tags :