World

કિમ જોંગ ઉન તેમની 12 વર્ષની પુત્રી કિમ-જુ-એને બૈજિંગ લઇ ગયા હતા

By GS TEAM
3 Sep 20252 mins read
કિમ જોંગ ઉન તેમની 12 વર્ષની પુત્રી કિમ-જુ-એને બૈજિંગ લઇ ગયા હતા

- કીમ-જુ-એ, કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી મનાય છે

- માત્ર બાર વર્ષની બાળકીની દુનિયાના નેતાઓ સાથે ઓળખાણ કરાવી : એ તેની ફઇ કીમ યો જોંગ અને માતા રી-સોલ-જુ કરતાં આગળ નીકળી

બૈજિંગ : ચીનમાં વિજય દિન નિમિત્તે યોજાયેલી પરેડ સમયે પુતિન તથા કીમ જોંગ ઉન અતિથિ વિશેષ હતા. તે સમયે ચીનની યાત્રાએ પહોંચેલા ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન તેમની સાથે તેઓની ૧૨ વર્ષની જ પત્રી કીમ જુ એને સાથે લઇ ગયા હતા. તેટલું જ નહીં પરંતુ આ માત્ર બાર વર્ષની બાળકીનો પ્રમુખ શી જિનપિંગ અને પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે પણ પરિચય કરાવ્યો હતો. આ સાથે ચર્ચા ચાલી રહી છે કે કીમ જોંગ ઉન તેમની પુત્રીને તેમની વારસ બનાવશે. જો કે કિમ જોંગ ઉનની વય ૪૧ વર્ષની જ છે. તેથી તેઓનું નિધન તો દાયકાઓ પછી જ થવાની શક્યતા છે. છતાં તેઓ અત્યારથી જ પોતાની પુત્રીને તેમની વારસ તરીકે તૈયાર કરી રહ્યા છે. બીજી વાત તે પણ છે કે કિમ-જુ-એને ઉન હવે ઉત્તર કોરિયાનાં જ વર્તુળમાંથી બહાર કાઢી તેને વિદેશમાં લઇ જઈ રહ્યા છે. આ કીમ જુ-એની પહેલી વિદેશ યાત્રા હતી.

કીમ-જુ-એ પહેલી જ વાર ૨૦૨૨માં બેલાસ્ટિક મિસાઇલ્સ કાર્યક્રમ સમયે તેના પિતાની સાથે જોવા મળી હતી. એન.બી.એ.ના પૂર્વ સ્ટાર ડેનિસ રોડમેને જણાવ્યું હતું કે તે કિમની પુત્રી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્યોગ્યાંતા ગયા હતા. તે સમયે કીમ જુ એ ને મળ્યા હતા. હું કિમ જોંગ ઉનની મુલાકાતે ગયો ત્યારે તેમણે તેમનાં પત્ની રી સોલ જુ અને પુત્રી એક બાળાની ઓળખાણ કરાવી હતી. પછી હું દક્ષિણ કોરિયા ગયો ત્યારે તે ફોટા ઉપરથી દક્ષિણ કોરિયાના જાસૂસોએ કહ્યું કે તમે જે બાલિકાને મળ્યા તે કિમ જોંગ ઉનની પુત્રી છે.

ઉનનાં લગ્ન ૨૦૦૯માં થયાં હતાં. તેમને ત્યાં જન્મેલી પુત્રીને તેઓ હોનહાર બનાવવા ઇચ્છતા હતા. તે પ્રમાણે જ તેઓ તેનું ઘડતર શરૂ કર્યું હતું. હવે તે કિશોરી બની રહી છે. સામાજિક કાર્યક્રમોમાં તે તેની ફઈ કીમ ઓ જોંગ અને માતા રી-સોલ-જૂથી આગળ રહી છે. આમ કીમ જુ એ હવે ઉનની ઉત્તરાધિકારી બનશે તે હવા જોર પકડી રહી છે.