Get The App

કીમ-જોંગ-ઉને પરમાણુ બોમ્બની ધમકી આપી : વાસ્તવમાં દુનિયાનો સૌથી જોખમી સરમુખત્યાર પોતે જ ગભરાઈ ગયો છે

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
કીમ-જોંગ-ઉને પરમાણુ બોમ્બની ધમકી આપી : વાસ્તવમાં દુનિયાનો સૌથી જોખમી સરમુખત્યાર પોતે જ ગભરાઈ ગયો છે 1 - image


- દક્ષિણ કોરિયા અને અમેરિકાએ 'ઉલ્ચી-ફ્રીડમ-શીલ્ડ' નામક યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે : તેમાં 18,000 કોરિયન, 3000 અમેરિકી સૈનિકો છે

સીઉલ : ઉત્તર કોરિયાના પ્રમુખ અને દુનિયાના સૌથી વધુ જોખમી સરમુખત્યાર મનાતા કીમ-જોંગ-ઉને દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધાભ્યાસની કઠોર ટીકા કરી છે. સાથે ધમકી ઉચ્ચારી છે કે, તે તેમના પરમાણુ શસ્ત્રોનો વિસ્તાર કરશે, જેથી દુશ્મનોનો મુકાબલો કરી શકે. 

આ ધમકી તેમણે તેની સૌથી આધુનિક યુદ્ધ - નૌકાનાં નિરીક્ષણ સમયે આપી હતી. આ યુદ્ધ નૌકા પરમાણુ શસ્ત્રો પણ લઈ જવાને સક્ષમ છે.

કીમ-જોંગ-ઉને સોમવારે ઉ. કોરિયાનાં નામ-પો નામક બંદરગાહની મુલાકાત લીધી હતી.

આ વખતે પૂર્વમાં પેસિફિક મહાસાગરમાં દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે મળી યુદ્ધાભ્યાસ કરી રહ્યા હતા. તે યુદ્ધાભ્યાસનું નામ તેમણે,'ઉલ્ચી-ફ્રીડમ-શીલ્ડ' તેવું આપ્યું છે. તેમાં ૨૧૦૦૦ સૈનિકો છે, જેમાં ૧૮૦૦૦ દક્ષિણ કોરિયાના સૈનિકો છે અને ૩૦૦૦ અમેરિકાના સૈનિકો છે.

ઉત્તર કોરિયા આવા યુદ્ધાભ્યાસોને આક્રમણની તૈયારીઓ તરીકે જ માને છે. તે બહાને તે પોતાના પરમાણુ શસ્ત્ર ભંડારો અને મિસાઇલ્સનો જથ્થો વધારી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સમગ્ર કોરિયન દ્વિપકલ્પ યુદ્ધ પૂર્વેની સ્થિતિમાં જ રહ્યું છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધાભ્યાસ સમયે કીમ-જોંગ-ઉને જે યુદ્ધ-નૌકાનું નિરીક્ષણ કર્યું તેનું નામ ચોખે હ્યોન છે. તે ૫૦૦૦ ટનનું છે, તે પરમાણુ શસ્ત્રો અને મિસાઈલ્સ લઈ જઈ શકે તેવું છે.

કીમ-જોંગ-ઉને ધમકી આપતાં કહ્યું હતું કે, દેશ આસપાસ સલામતી પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. તેથી અમે પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ્સની સંખ્યા વધારી છે.

Tags :