પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં 20 કિ.ગ્રા. ઘઉંના લોટનો ભાવ 1800 રૂ. અન્ય પ્રાંતોમાં લગભગ તેવી સ્થિતિ
- ઘઉંના કોઠાર સમાન પ.પંજાબમાં 1800 રૂ. 20 કિલો લોટ
- પાકિસ્તાનના પંજાબમાંથી ઘઉં બીજા પ્રાંતમાં મોકલવા પર અંકુશ ખૈબર-પખ્તુનવાના ગવર્નરનો સંવિધાન ભંગનો પંજાબ પર આક્ષેપ
લાહોર, પેશાવર : પંજાબમાંથી ઘઉં અન્ય પ્રાંતમાં મોકલવા ઉપર પંજાબ સરકારે મુકેલા અંકુશોના પગલે ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ૨૦ કી.ગ્રામ ઘઉંના લોટની બોરીનો ભાવ ૨૮૦૦ પાકિસ્તાની રૂપિયા જેટલો ઊંચે ગયો છે. આથી રાજકારણીઓ અને ઘઉં દળવાની મિલ ધરાવતા વેપારીઓ પંજાબ સરકારની ઉગ્ર ટીકા કરે છે.
આ પરિસ્થિતિ માત્ર ખૈબર પખ્તુનવા પ્રાંત પૂરતી જ મર્યાદિત નથી. સિંધમાં પણ આવી જ પરિસ્થિતિ છે. બલુચીસ્તાનમાં તો આથી પણ ઊંચા ભાવ ગયા હોય તે સહજ છે, પરંતુ તે વિષે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી.
પંજાબ સરકારનાં આ વલણની ઉગ્ર ટીકા કરતાં, 'ધી ઓલ પાકિસ્તાન ફલોર મિલ્સ એસોસિએશન (પી.એફ.એમ.એ)' પંજાબનાં આ વલણને સંવિધાનના અનુચ્છેદ ૧૫૧ના સર-એ-આમ ભંગ સમાન કહ્યું છે તે સંગઠનના અધ્યક્ષે જણાવ્યું હતું કે દેશભરમાં મુક્ત વ્યાપાર અને વાણિજયની અપાયેલી ખાતરીનો આ ભંગ છે.
પંજાબ સરકારે મુકેલા આ પ્રતિબંધ સામે ખૈબર પખ્તુનવાની વિધાનસભાએ એક સર્વસંમત ઠરાવ પણ પસાર કર્યો છે.
બીજી તરફ ફલોર મિલ એસોસિએશનના પ્રમુખે ફેડરલ ગવર્નમેન્ટ તથા પંજાબની સ્ટેટ ગવર્નમેન્ટે દર્શાવેલાં કારણોને માત્ર બહાનાં કહી ફગાવી દીધા છે.
વધુમાં 'ધી પાકિસ્તાન ઈન્સ્ટીટયુટ ઓફ ડેવલપમેન્ટ ઈકોનોમિક્સ' (પી.આઈ.ડી.ઈ)નો અંકુંશો ઉઠાવી લેવા સતત આગ્રહ રાખતાં કહે છે કે આ પ્રતિબંધોથી અર્થતંત્ર ઉપર પણ માઠી અસર થઈ શકે તેમ છે.